Last Updated on by Sampurna Samachar
GIDC માં માધવ પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ ફાટીનીકળતા દોડધામ મચી ગઈ હતી. માધવ પ્લાસ્ટિક નામના કારખાનામાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર–દૂર સુધી જોવા મળ્યા હતા. સદનસીબે આ આગ લાગવાની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ GIDC માં આવેલ માધવ પ્લાસ્ટિકના કારખાનામાં અચાનકઆગ લાગી હતી. કારખાનામાં પ્લાસ્ટિકનો કાચો માલ અને તૈયાર વસ્તુઓનો મોટો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતાની સાથે જ કારખાનામાં કામ કરતાશ્રમિકો અને આસપાસના લોકોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
ફાયર વિભાગે કુલિંગની કામગીરી હાથ ધરી
ઘટનાની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ પ્રસરે તે પહેલા તેનેકાબૂમાં લેવામાં આવતા આસપાસના અન્ય કારખાનાઓનો બચાવ થયો હતો. આગ ઓલવાયા બાદ ફાયર વિભાગે કુલિંગની કામગીરી હાથ ધરી હતી.
આ ભીષણ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનુંઅનુમાન લગાવાઈ રહ્યું છે, પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટેતપાસ શરૂ કરવામાં આવી છે. આ આગમાં કારખાનામાં રહેલો લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયોહોવાની આશંકા છે.