કેન્દ્ર સરકારના કારણે સંઘીય શિક્ષણ માળખું નબળું પડી રહ્યું છે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કોંગ્રેસના સોનિયા ગાંધીએ ભાજપ સરકાર પર કર્યા પ્રહારો

છેલ્લા ૧૧ વર્ષમાં સરકારે સત્તા પર કબજો કરી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભારતની શિક્ષણ નીતિને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ટીકા કરતા કહ્યું કે, મોદી સરકાર સંઘીય શિક્ષણ માળખાને નબળું પાડી રહી છે. તે ૩ C  એજન્ડાને આગળ વધારી રહી છે અને તેના કારણે સંઘીય શિક્ષણ માળખું નબળું પડી રહ્યું છે.

દેશના અગ્રણી અખબારના એક લેખમાં સોનિયા ગાંધી (SONIA GHANDHI) એ લખ્યું છે કે, છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારનો ટ્રેક રેકોર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે શિક્ષણમાં ત્રણ મુખ્ય એજન્ડાને આગળ વધારી રહી છે.  આ જ કારણે હું ચિંતિત છું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શિક્ષણનું કેન્દ્રિયકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકીકરણ કરે છે. જેના કારણે સંઘીય શિક્ષણ માળખું નબળું પડી રહ્યું છે. મોદી સરકાર રાજ્ય સરકારોને મહત્ત્વપૂર્ણ નીતિગત ર્નિણયોથી દૂર રાખીને શિક્ષણના સંઘીય માળખાને નબળું પાડી રહી છે.

કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે કોઈ ચર્ચા કરતી નથી

સોનિયા ગાંધીએ કહ્યું કે, છેલ્લા ૧૧ વર્ષમાં આ સરકારના માત્ર સત્તા પર કબજો કરવાનું કામ કરી રહી છે. જેના શિક્ષણક્ષેત્રે નુકસાનકારક પરિણામો જોવા મળી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના શિક્ષણ મંત્રીઓની કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની સાથેની બેઠક છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૯ બાદ એકવાર પણ નથી થઇ.

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષએ વધુમાં કહ્યું કે,  NEP ૨૦૨૦ દ્વારા શિક્ષણમાં આમૂલ પરિવર્તનો અપનાવતી વખતે અને તેનો અમલ કરતી વખતે પણ કેન્દ્ર સરકારે આ નીતિઓના અમલીકરણ અંગે એક વખત પણ રાજ્ય સરકારો સાથે સલાહ લેવાનું યોગ્ય ન માન્યું. આ એ વાતનો પુરાવો છે કે તે પોતાના સિવાય કોઈનો અવાજ સાંભળતી નથી, આ સિવાય જે વિષય ભારતીય બંધારણની સમવર્તી યાદીમાં છે તેમાં પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે કોઈ ચર્ચા કરતી નથી.

ઉચ્ચ શિક્ષણ તરફ ઈશારો કરતા સોનિયા ગાંધીએ કહ્યું છે કે, કેન્દ્ર સરકારે યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની નિમણૂકમાં રાજ્ય સરકારોના અધિકારો પણ હટાવી દીધા છે.  સમવર્તી યાદીમાં વિષયને પાછલા બારણેથી કેન્દ્ર સરકાર હેઠળ લાવવાનો આ પ્રયાસ છે અને સંઘવાદ પર હુમલો છે.

લેખમાં સોનિયા ગાંધીએ શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, ખાનગીકરણના પ્રોત્સાહનને કારણે ૨૦૧૪ થી લગભગ ૮૯,૪૪૧ સરકારી શાળાઓ બંધ કરવામાં આવી હતી અને લગભગ ૪૨,૯૪૪ ખાનગી શાળાઓ ખોલવામાં આવી હતી.

આપણી શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારનો વધતો વ્યાપ વેપારીકરણનું પરિણામ છે. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (દ્ગછછઝ્ર)ના લાંચ કૌભાંડથી લઈને અસમર્થ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ) સુધી, જાહેર શિક્ષણ વ્યવસ્થા અને એજન્સીઓ નાણાકીય ભ્રષ્ટાચાર માટે સતત સમાચારોમાં રહે છે.

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આરએસએસ અને ભાજપના વૈચારિક એજન્ડાને પૂરા કરવા માટે સાંપ્રદાયિકરણ પર ભાર આપી રહી છે. મહાત્મા ગાંધીની હત્યા અને મુઘલ કાળને ઈતિહાસના અભ્યાસક્રમમાંથી હટાવી દેવામાં આવ્યો છે. મહત્ત્વની શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો અને ડિરેક્ટરોની નિમણૂંકમાં મેરિટ સાથે ચેડા કરીમાં આવી રહ્યા છે. સોનિયા ગાંધી કહ્યું કે, કેન્દ્રીકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકરણની આ કોશિશના પરિણામો સીધા આપણા વિદ્યાર્થીઓ પર પડ્યા છે. ભારતની જાહેર શિક્ષણ વ્યવસ્થાની હત્યા બંધ થવી જોઈએ.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.