Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર કોંગ્રેસના ગંભીર આરોપો
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સમાં કર્યા પ્રહાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે, ગડકરીના પુત્રોની ઈથેનોલ ઉત્પાદક કંપનીઓએ સરકારની નીતિઓનો લાભ લઈને ઝડપી મસમોટો નફો કમાવ્યો છે. તેમણે ગડકરીના બંને પુત્રોની કંપનીઓની કમાણીનો પણ ઉલ્લેખ કર્યો છે અને કેન્દ્ર સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, નિખિલ ગડકરી અને સારંગ ગડકરી નિતિશ ગડકરીના પુત્રો છે. બંને પુત્રોની કંપનીઓ ઈથેનોલનું ઉત્પાદન કરે છે. સરકારના બેઠેલા પિતા પોલિસી બનાવી રહ્યા છે અને તેમના પુત્રો કમાણી કરી રહ્યા છે.
કોંગ્રેસના ગંભીર આરોપો બાદ ગડકરીની પ્રતિક્રિયા પર નજર
તેમણે કહ્યું કે, નિખિલ ગડકરીની કંપની Cian Agro ર્એ જૂન-૨૦૨૪માં ૧૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યાર પછી આ કમાણી જૂન-૨૦૨૫માં વધીને ૭૨૩ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીના શેરની કિંમત જાન્યુઆરી-૨૦૨૫માં ૩૭ રૂપિયા હતી, હવે શેરની કિંમત વધીને ૬૩૮ રૂપિયા પર પહોંચી ગઈ છે.
છેલ્લા ૧૧ વર્ષના ઈતિહાસમાં કોઈ પણ યોજના નિર્ધારિત સમયગાળામાં પૂરી થઈ નથી, પરંતુ ૨૦ ટકા ઈથેનોલ મિશ્રણનો ટાર્ગેટ ૨૦૨૫ના નિર્ધારિત સમયગાળ પહેલાં પૂરો કરી દેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિન ગડકરીએ જૂન-૨૦૨૪માં કહ્યું હતું કે, મ્યુનિસિપલ કચરામાંથી બનેલા ઈથેનોલના કારણે પેટ્રોલ ૫૫ રૂપિયા લીટર અને ડીઝલ ૫૦ રૂપિયે લીટર મળશે.
ત્યારબાદ સપ્ટેમ્બર-૨૦૧૮માં ગડકરીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાંચ પ્લાન્ટ સ્થાપશે અને ત્યાં લાકડાના ભૂસું અને મ્યુનિસિપલ કચરામાંથ ઈથેનોલ બનાવાશે. પરંતુ સત્ય વાત એ છે કે, આજ સુધી આવુ થઈ શક્યું નથી, એક લીટર ઈથેનોલ પણ બનાવી શકાયું નથી.’
ખેડાએ વધુમાં કહ્યું કે, ‘૫૬ ટકા શેરડી અને બાકીના અનાજનો ઉપયોગ કરીને ૬૨૭ કરોડ લિટર ઈથેનોલમાંથી બનાવાયું છે. તેમાં લાકડાના ભૂસાનો અને મ્યુનિસિપલ કચરાનો ઉપયોગ થયો નથી. જાે એક લીટર ઈથેનોલ બનાવવું હોય તો ૩૦૦૦ લીટર પાણીનો વપરાશ થાય છે, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે.’ કોંગ્રેસના આ ગંભીર આરોપો બાદ હવે ગડકરી તરફથી શું પ્રતિક્રિયા આવે છે, તેના પર સૌની નજર રહેશે.