પરિવારને મળશે ૪૫૦૦૦૦૦૦૦૦ રૂપિયા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

શેન વોર્ન નીકળ્યો અસલી બાજીગર, રાજસ્થાન રોયલ્સ વેચાતા થયો માલામાલ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને દરેક સિઝન માટે આરઆરમાં ૦.૭૫ ટકા ઈક્વિટી માંગી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ફ્રેન્ચાઇઝીનું વેચાણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. આઈપીએલની પ્રથમ સિઝનની ચેમ્પિયન રહેલી રાજસ્થાન રોયલ્સને અમેરિકાના કાલ સોમાણીના નેતૃત્વવાળા કંસોર્ટિયમે ૧.૬૩ અબજ ડોલર એટલે કે આશરે ૧૫૨૯૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. આરઆરની વેલ્યુએશન આરસીબીના ૧.૭૮ અબજ ડોલરની નજીક છે. રોયલ્સના પૂર્વ કેપ્ટન શેન વોર્ને ટીમ તરફથી રમવા દરમિયાન લીધેલા એક ર્નિણયે તેના પરિવારને માલામાલ કરી દીધો છે.

 

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને ખુલાસો કર્યો હતો કે તેણે દરેક સિઝન માટે આરઆરમાં ૦.૭૫ ટકા ઈક્વિટી માંગી હતી. વોર્ન ન માત્ર રોયલ્સનો કેપ્ટન હતો પરંતુ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ મેન્ટર અને કોચ પણ રહ્યો. હવે જ્યારે રાજસ્થાન રોયલ્સ વેચાઈ છે તો દિવંગત શેન વોર્નના પરિવારને આ ડીલ હેઠળ આશરે ૪૬૦ કરોડ રૂપિયા (૭૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરથી વધુ) મળી શકે છે.

વોર્ને કહ્યું હતું- ૪૦૦ મિલિયન ડોલરના ત્રણ ટકા ઠીક

૨૦૧૯મા ધ હેરાલ્ડ સનને આપેલા એક ઈન્ટરવ્યુમાં વોર્ને કહ્યુ હતુ ‘મારી ડીલનો હિસ્સો હતો. તેમણે મને કેપ્ટન, કોચ બનવા અને ટીમને મારી મરજીથી ચલાવવા માટે કહ્યું હતું. હું વન-સ્ટોપ શોપ હતો. સાત વર્ષ પહેલા ફ્રેન્ચાઇઝીની વેલ્યુએશન પર વોર્ને કહ્યું હતું- ૪૦૦ મિલિયન ડોલરના ત્રણ ટકા ઠીક છે.‘

હાલ આ ટ્રાન્ઝેક્શનને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની મંજૂરી મળવાની બાકી છે. ૨૦૨૬ની સિઝન બાદ કાલ સોમાણીના નેતૃત્વવાળા ગ્રુપને ટીમ સોંપી દેવામાં આવશે. પોર્નના પરિવારે હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. માત્ર શેન વોર્ન જ નહીં, પરંતુ બીસીસીઆઈને પણ આ ડીલથી મોટો ફાયદો થશે. બીસીસીઆઈને આ ડીલના પાંચ ટકા એટલે કે આશરે ૭૬૫ કરોડ રૂપિયા મળશે.

ઉલ્લેખનીય છે કે ૨૦૦૮મા મનોજ બડાલેના નેતૃત્વવાળા ગ્રુપે રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીને ૬૭ મિલિયન ડોલરમાં ખરીદી હતી. સૌથી ઓછી કિંમતવાળી આ ફ્રેન્ચાઇઝી શેન વોર્નની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ સિઝનની ટ્રોફી જીતી હતી. આઈપીએલમાં રાજસ્થાનની ટીમ અત્યાર સુધી માત્ર એક વખત ટ્રોફી જીતી શકી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.