Last Updated on by Sampurna Samachar
વડોદરામાં જ્વેલર્સની દુકાનમાં ચોરી થઇ
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે શિનોર શહેરમાં ચોરીની ઘટનાઓ વધતાં સુરક્ષા સામેસવાલો ઉભા થયાં છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવનારી ચોર ટોળકીએ તરખાટ મચાવી દીધો છે. વડોદરાનાશિનોરમાં જ્વેલર્સમાં ૫૦ ગ્રામનું સોનાનું બિસ્કિટ ચોરાયુ હોવાની ઘટના સામે આવી છે. બે શખ્સોએ ચોરીનેઅંજામ આપ્યો છે. બંને જણા જ્વેલર્સની દુકાનમાંથી સાત લાખની કિંમતનું સોનું લઈને ફરાર થઈ જતાં ચકચારમચી જવા પામી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. શિનોર શહેરમાં ચોરીની ઘટનાઓવધતાં સુરક્ષા સામે સવાલો ઉભા થયાં છે.
વડોદરાના શિનોરમાં સોની બજારમાં સાત લાખનું સોનું ચોરાઈ જતાં વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. બેશખ્સો બાઈક પર ચોરીને અંજામ આપવા માટે આવ્યા હતાં. જેમાંથી એક ચોર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકબનીને આવ્યો હતો. તેણે દુકાનમાંથી ૫૦ ગ્રામનું સોનાનું બિસ્કિટ ચોરી લીધું હતું. ૭ લાખ ઉપરનું સોનું લઈઅજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો.
સીસીટીવી હોવા છતાં ચોર ચોરી કરીને ફરાર થઈ ગયો
શિનોરમાં સોની બજારમાં સ્થિત મહાકાળી જ્વેલર્સમાં આ ચોરીની ઘટનાબની હતી.મહાકાળી જ્વેલર્સમાં આવેલો એક અજાણ્યો શખ્સ વેપારીની નજર ચૂકવી ચાલાકીથી સોનાનુંબિસ્કિટ ચોરીને રવાના થયો હતો. ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં ચોરી થતાં હડકંપ મચી જવા પામ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી હોવા છતાં ચોર ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ચોરીની ઘટનાઓ વધતાં પોલીસ માટે પણ એક પડકાર ઉભો થયો છે. સોની બજારમાં ચોરીની ઘટના સામેઆવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
