Last Updated on by Sampurna Samachar
અમેરિકાએ અરબ સાગરમાં યુદ્ધ જહાજો તહેનાત કરતા ખામેનેઈ નારાજ
ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા-ઈરાન વચ્ચે દિવસે ને દિવસે વિવાદ વધી રહ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીનો ર્નિણય કર્યા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા સૈયદ અલી હુસૈની ખામેનેઈ આક્રમક બની ગયા છે. ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે, જેના કારણે ખામેનેઈએ વળતો જવાબ આપી ટ્રમ્પને ધમકી આપી છે કે, ‘જાે અમેરિકા કોઈપણ હુમલો કરશે તો તેમના કારણે મધ્ય-પૂર્વમાં નવા યુદ્ધની શરૂઆત થશે.’ ઈરાનની ધમકીના કારણે હવે બંને દેશો વચ્ચે તણાવમાં વધારો થયો છે.

વાસ્તવમાં ઈરાનમાં વ્યાપક હિંસાઓમાં અનેક લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવતા અમેરિકાને વાંધો પડ્યો છે. આ ઉપરાંત ઈરાન પરમાણુ કાર્યક્રમ કામ કરતું હોવાની ડોનાલ્ડ ટ્રમ્પને આશંકા છે, જેના કારણે અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની યોજના ઘડી કાઢી હોય તેમ, અરબ સાગરમાં અબ્રાહ્મ લિંકન સહિતના યુદ્ધજહાજ તહેનાત કર્યા છે. ત્યારે આ જ ઘટનાક્રમ વચ્ચે ખામેનેઈએ ટ્રમ્પને ધમકી આપી છે. મીડિયા રિપોર્ટમાં ખામેનેઈને ટાંકીને કહેવાયું છે કે, ‘અમેરિકાને ખબર હોવી જાેઈએ કે, જાે તેઓ યુદ્ધ શરૂ કરશે તો આ વખતે આ એક ક્ષેત્રીય યુદ્ધ થશે.
હાલ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધની તૈયારી
અમે ઉશ્કેરવા માંગતા નથી અને અમે કોઈ દેશ પર હુમલો પણ કરવા માંગતા નથી. પરંતુ જો અમારા દેશ પર કોઈ હુમલો કરશે તો અમે તેમને ભયાનક જવાબ આપીશું.’ હાલ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધની તૈયારી, શાબ્દિક પ્રહાર અને ધમકીઓનો દોર ચાલી રહ્યો છે, જોકે આ તમામ ઘટનાક્રમ વચ્ચે એ સ્પષ્ટ નથી કે, અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહીં. ટ્રમ્પ વારંવાર કહે છે કે, ઈરાન અમેરિકા સાથે વાતચીત કરવા માંગે છે. એટલું જ નહીં ટ્રમ્પે તહેરાનના પરમાણુ કાર્યક્રમના મુદ્દે પણ ચર્ચાની વાત કહી છે.
એકતરફ અરબ સાગરમાં અમેરિકન યુદ્ધ જહાજો તહેનાત છે, તો બીજી તરફ આ યુદ્ધ જહાજાે પાસે ઈરાને સૈન્ય અભ્યાસ કરવાની તૈયારી હાથ ધરી છે. ઈરાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની સામુદ્રધુનીમાં રવિવાર અને સોમવાર દરમિયાન સૈન્ય અભ્યાસનું આયોજન કર્યું છે. આ સામુદ્રધુની ફારસની ખાડીમાંથી વિશ્વના કુલ તેલ વેપારનો પાંચમો ભાગ પસાર થાય છે. ઈરાનની આ ગતિવિધિઓને પગલે અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે કડક ચેતવણી આપી છે કે, આ અભ્યાસ દરમિયાન અમેરિકી યુદ્ધ જહાજો કે વિમાનોને કોઈપણ પ્રકારની ધમકી આપવી અથવા વ્યાપારી જહાજોના પરિવહનમાં અડચણ ઊભી કરવી સહન કરવામાં આવશે નહીં.