Last Updated on by Sampurna Samachar
છત્તીસગઢની DSP અને કરોડપતિ વેપારીની લવ સ્ટોરી
વેપારીએ પોતાની સાથે ફ્રોડ થયું હોવાની ફરિયાદ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ના પાડતી હતી ન કરો, ન કરો…પોલીસવાળા જોઈ જશે, કોઈ જગ્યા નથી મળવાલાયક…હું ઓફિસર્સ મેસમાં રહું છું, તમે નહીં આવી શકો. ટ્રસ્ટ નામની વસ્તુ નથી, મને ફસાવવી છે કે શું? મને ફસાવીને સારું લાગે છે કે શું? પપ્પા પણ કહી રહ્યા છે કે રાતના સમયે કેમ વીડિયો કોલ પર વાત કરી રહી છો, સપનું જોયું તમારું, ફોન કરો ને!…

છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર છત્તીસગઢની એક DSP અને એક કરોડપતિ બિઝનેસમેનની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. છત્તીસગઢ પોલીસની DSP કલ્પના વર્મા અને કરોડપતિ વેપારી દીપક ટંડનની લવ સ્ટોરી અને લવ ટ્રેપની ચર્ચા થઈ રહી છે.
વેપારીએ વોટ્સએપ ચેટના કેટલાય સ્ક્રીનશોટ શેર કર્યા
એક વેપારી અને DSP ની લવ સ્ટોરીમાં સસ્પેન્સ, થ્રિલર અને દગો બધું જ છે. હવે બંનેના ફોટો, વોટ્સએપ ચેટ, વીડિયો અને ડોક્યુમેન્ટ લીક થઈ રહ્યા છે. વેપારી પોતાની સાથે ફ્રોડ થયું હોવાની ફરિયાદ કરી રહ્યા છે, પણ મામલો હજુ પોલીસ સુધી પહોંચ્યો નથી. આ દરમિયાન વેપારી દીપક ટંડને અમુક વોટ્સએપ ચેટ મીડિયામાં લીક કરી દીધી છે, જેમાં રૂપિયાની માંગ અને વેપારીની પત્ની સાથે ડાઈવોર્સની વાત થઈ રહી છે.
આપને જણાવી દઈએ કે, છત્તીસગઢના દંતેવાડામાં તૈનાત DSP કલ્પના વર્મા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. કલ્પના વર્મા અને સ્થાનિક વેપારી દીપક ટંડન વચ્ચેનો સંબંધ હવે લવ સ્ટોરીથી આગળ વધી લવ, સેક્સ અને વિશ્વાસઘાત તથા ભ્રષ્ટાચારનો કેસ બનતો દેખાઈ રહ્યો છે. વેપારી દીપક ટંડને DSP પર ગાઢ સંબંધનો ફાયદો ઉઠાવી ૨ કરોડ રૂપિયા અને કિંમતી સામાન હડપી લેવાનો આરોપ લગાવ્યો છે.
વર્ષ ૨૦૨૧માં શરુ થયેલો આ સંબંધ હવે ધીમે ધીમે જગજાહેર થઈ રહ્યો છે. DSP કલ્પના વર્માની એકથી એક ચડિયાતી વોટ્સએપ ચેટે છત્તીસગઢ જ નહીં પણ આખા દેશમાં ચર્ચા જગાવી છે. શરુઆતમાં બંને વચ્ચે દોસ્તી થઈ, જે ધીમે ધીમે ગાઢ સંબંધમાં બદલાઈ ગઈ. દીપક ટંડનનો આરોપ છે કે આ દરમિયાન DSP એ તેમની પાસેથી વિવિધ બહાના બનાવી મોટી માત્રામાં પૈસા અને મોંઘી ગિફ્ટ લીધી.
વેપારીનો આરોપ છે કે ૨ કરોડ રોકડા તેમણે કેટલાય હપ્તામાં DSP કલ્પનાને આપ્યા. આ ઉપરાંત હીરાની રિંગ, સોનાની ચેન અને એક મોંઘી ગાડી પણ ડીએસપીને આપી. પણ સૌથી ગંભીર આરોપ એ છે કે DSP એ વેપારીને એક હોટલની રજિસ્ટ્રી પોતાના ભાઈના નામ પર કરાવી લીધી. આ પગલું DSP ના ઇરાદા પર ગંભીર સવાલ ઊભા કરે છે.
વેપારીએ કહ્યું કે વોટ્સએપ ચેટથી તેની પત્ની ટેન્શનમાં આવી ગઈ. જ્યારે તેની પત્નીને DSP સાથે તેમના સંબંધ અને મોટી લેવડદેવડ વિશે ખબર પડી તો ઘરમાં ડખા શરુ થયા. વિવાદ વધતા ડીએસપીએ વેપારીથી દૂર જવાનું શરુ કરી દીધું તો દીપક ટંડને પોલીસમાં ફરિયાદ નોંધાવાનો ર્નિણય લીધો. ફરિયાદમાં વેપારીએ વોટ્સએપ ચેટના કેટલાય સ્ક્રીનશોટ અને આર્થિક લેવડદેવડના પુરાવા રજૂ કર્યા.