Last Updated on by Sampurna Samachar
જાણો ૧૦ મોટા શહેરોમાં સોના-ચાંદીનો ભાવ
પ્રાદેશિક ફેક્ટર્સની સાથે-સાથે ગ્લોબલ ફેક્ટર્સ પ્રભાવિત
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. જ્યાં દેશમાં ૨૪ કેરેટ ગોલ્ડનો ભાવ ૩૫૫૦ રૂપિયા ઘટ્યો છે. તો ૨૨ કેરેટ ગોલ્ડ ૩૨૫૦ રૂપિયા સસ્તું થયું છે. રાજધાની દિલ્હીમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૯૫, ૨૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. સોનાની દેશની અંદર કિંમતો પ્રાદેશિક ફેક્ટર્સની સાથે-સાથે ગ્લોબલ ફેક્ટર્સથી પણ પ્રભાવિત થાય છે.
વર્તમાનમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તામાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૮૭, ૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૯૫૧૩૦ રૂપિયા છે. જયપુર, લખનૌ અને ચંદીગઢમાં ૨૪ કેરેટ સોનાની કિંમત ૯૫૨૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. ૨૨ કેરેટનો ભાવ ૮૭૩૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.
ચાંદીમાં સપ્તાહમાં ૨૦૦૦ રૂપિયાનો ઘટાડો
હૈદરાબાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૮૭૨૦૦ રૂપિયા જ્યારે ૨૪ કેરેટ સોનાની કિંમત ૯૫૧૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. અમદાવાદ અને ભોપાલમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૮૭૨૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ચાલી રહી છે. જ્યારે ૨૪ કેરેટ સોનાની કિંમત ૯૫, ૧૮૦ રૂપિયા છે. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો તેમાં એક સપ્તાહમાં ૨૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. ૧૮ મે એ ચાંદીની કિંમત ૯૭, ૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ઈન્દોર સોની બજારમાં ૧૭ મેએ ચાંદીની કિંમત ૫૦૦ રૂપિયાના એવરેજ વધારા સાથે ૯૬૫૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી.