Last Updated on by Sampurna Samachar
US એરફોર્સના પાઈલટે દુબઈમાં શૉ કેન્સલ કર્યો
અમેરિકન પાઈલટે આયોજકોને ખખડાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈમાં એર શૉ દરમિયાન તેજસ વિમાન ક્રેશ થયા પછી પણ શૉ ચાલુ રાખવા બદલ એક અમેરિકન પાઈલટે આયોજકોને ખખડાવ્યાં છે. દુબઈ એર શૉ ભાગ લઈ રહેલા પાઈલટે કહ્યું કે, મારા માટે વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ હતું કે, ક્રેશ થયાના થોડી જ વારમાં ત્યાં બધું નોર્મલ હતું. કોમેન્ટેટરનાં શબ્દોમાં પહેલા જેવો જ જોશ હતો અને લોકો એ જ ઉત્સાહથી તાળીઓ પાડી રહ્યા હતા. પરંતુ ત્યાં એક દુર્ઘટના ઘટી હતી. તેમણે કહ્યું કે, દુર્ઘટના પછી શો ચાલુ રાખવાનો ર્નિણય ચોંકાવનારો હતો.

અમેરિકન એરફોર્સના આ પાઈલટનું નામ મેજર ટેલર ફેમા હિએસ્ટર છે. હવામાં કરતબ બતાવનાર અમેરિકન એરફોર્સના ટીમ કમાન્ડરે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, ટીમે પાઈલટ નમાંશ, તેમના સાથીઓ અને તેના પરિવારના સન્માનમાં કેટલાક લોકો સાથે એર શોમાં પોતાનું અંતિમ પરફોર્મન્સ કેન્સલ કરવાનો ર્નિણય કર્યો છે.
એર શૉ ચાલુ રાખવા બદલ આયોજકો પર સવાલ
ઘટના સ્થળનું વર્ણન કરતાં તેમણે લખ્યું કે, જ્યારે તેમણે આગ બુઝાવી દીધી અને મને એર શૉના આયોજકે જણાવ્યું કે, ફ્લાઈંગ ડિસ્પ્લે ચાલુ રહેશે, ત્યારે મેં નક્કી કર્યું કે, અમે શૉ કેન્સલ કરી દઈશું. હું ૧-૨ કલાક પછી શૉ સાઈટ એવું વિચારીને કે, ત્યાં બધુ ખાલી થઈ ગયુ હશે અને લોકો જતા રહ્યા હશે, પરંતુ એવું નહોતું.
તેમણે આગળ કહ્યું કે, એનાઉન્સર હજુ પણ ઉત્સાહથી ભરેલો હતો, ભીડે આગામી ઘણા શો રુટીન ઉત્સાહથી જોયા અને જ્યારે શો સમાપ્ત થયો ત્યારે ફરી એનાઉન્સ કરવામાં આવ્યું કે, અમારા બધા પ્રાયોજકો, કલાકારોને અભિનંદન અને હવે આપણે ૨૦૨૭ માં મળીશું.
વિંગ કમાન્ડર નમાંશ સ્યાલના મૃત્યુ બાદ પણ એર શૉ ચાલુ રાખવા બદલ આયોજકો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, દુબઈ એર શૉના છેલ્લા દિવસે ઈન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ તેજસ સાથે એક્રોબેટિક ડેમો કરતી વખતે દુર્ઘટનાનો શિકાર બન્યા અને તેમનું મોત થઈ ગયું. અમારી ટીમ પણ અમારા વિમાન સાથે તૈયારી કરી રહી હતી. અમારે અમારો શૉ કરવાનો હતો.
તેમણે આગળ કહ્યું કે, જોકે શૉના આયોજકોએ દુર્ઘટના પછી પણ ફ્લાઈંગ શેડ્યૂલ ચાલુ રાખવાનો ર્નિણય લીધો, પરંતુ અમારી ટીમ ઉપરાંત કેટલાક અન્ય લોકોએ અંતિમ પરફોર્મન્સ કેન્સલ કરવાનો ર્નિણય કર્યો, આ એ પાઈલટ, તેમના સાથી અને તેમના પરિવારના સન્માનમાં લેવામાં આવેલો ર્નિણય હતો.
શૉ ચાલુ રાખવા અંગે હિએસ્ટરે કહ્યું કે, મારા માટે એ વિચારવું ખૂબ જ વિચિત્ર હતું કે તેમની ટીમ શૉ સાઈટ પરથી તેમના રોક એન્ડ રોલ ટેક વિના બહાર નીકળી રહી છે, જ્યારે આગામી પરફોર્મર પરફોર્મ કરવા માટે પોતાને તૈયાર કરી રહ્યો છે. અમેરિકન એરફોર્સના પાઈલટ હિએસ્ટરે કહ્યું કે, લોકો હંમેશા એ જ કહે છે કે, The show must go on . અને તે સાચું છે. પણ યાદ રાખો કે તમારા ગયા પછી પણ કોઈ આવું જ કહેશે.