Last Updated on by Sampurna Samachar
રામાનંદ સાગરને રામાયણ સિરિયલ માટે યાદ કરવામાં આવે છે
ઇન્ડસ્ટ્રીમાં તેમનું સૌ કોઈ તેમનું સન્માન કરતા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રામાયણ જેવી પ્રખ્યાત સિરિયલ બનાવનાર રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. તેઓ એક જાણીતા નિર્માતા અને સિનેમેટોગ્રાફર હતા. લાંબા સમયથી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. તેમના નિધનના સમાચાર સામે આવતા જ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રેમ સાગર ઘણા સિનિયર હતા, ઇન્ડસ્ટ્રીમાં તેમનું સૌ કોઈ તેમનું સન્માન કરતા હતા.
પ્રેમ સાગરે પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાથી અભ્યાસ કર્યો હતો. ત્યાં તેમણે કેમેરા અને ફોટોગ્રાફીનું કામ શીખ્યું હતું. આ જ સ્કિલની મદદથી તેમણે મનોરંજનની દુનિયામાં મોટું યોગદાન આપ્યું હતું. પોતાના પિતા રામાનંદ સાગરની કંપની સાગર આર્ટ્સ માટે પણ તેમણે કામ કર્યું હતું. રામાનંદ સાગરને રામાયણ સિરિયલ માટે યાદ કરવામાં આવે છે.
મહેનત અને કળાની વિરાસત છોડી ગયા
જ્યારે પ્રેમ સાગરે ઘણા બધા પ્રોજેક્ટોમાં કેમેરામેન તરીકે કામ કર્યું છે. તેમનું કામ એટલું જોરદાર રહેતું હતું કે દરેક લોકો તેમના કામના વખાણ કરતા હતા અને તેમના કામને કારણે દરેક સીન યાદગાર બની જતા હતા.
રામાનંદ સાગરના પુત્ર હોવાને કારણે પ્રેમ સાગરે હંમેશા સ્ટોરી અને ફિલ્મી માહોલ વચ્ચે પોતાનો સમય વિતાવ્યો હતો. તેમના પિતાએ રામાયણને ઘર ઘર સુધી પહોંચાડી હતી. બીજી તરફ પ્રેમ સાગરે કેમેરાની પાછળ રહીને તે પાક્કું કર્યું કે દરેક સીન લોકો સુધી જોડાય. માત્ર કેમેરાનું કામ નહીં પણ પ્રેમ સાગરે પ્રોડક્શનનું કામ પણ સંભાળ્યું હતું. તેમની સારી જાણકારીને કારણે સાગર આર્ટ્સે સારા શો બનાવવાનું યથાવત રાખ્યું.
ઉલ્લેખનીય છે કે પ્રેમ સાગરના નિધનને લઈને ટીવી ઇન્ડસ્ટ્રીમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે. ભલે તે ચર્ચામાં નહોતા રહેતા પરંતુ પડદા પાછળ તેમનું કામ ઘણું ખાસ માનવામાં આવતું હતું. એ વાત તો ચોક્કસ કહી શકાય કે પ્રેમ સાગર પોતાના પાછળ તેમની મહેનત અને કળાની વિરાસત છોડી ગયા છે.