Last Updated on by Sampurna Samachar
સુરતમાં ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારના આગળના ભાગે નુકશાન થયું હતું પરંતુ સદનસીબે મોટીજાનહાનિ ટળી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડાયમંડ સિટી સુરતમાં અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલામોરા ભાગળ પાસે આજે એક ખાનગી બસ અને લક્ઝુરિયસ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આઅકસ્માત એટલો ભીષણ હતો કે કારના આગળના ભાગે નુકશાન થયું હતું. પરંતુ સદનસીબે મોટી જાનહાનિટળી છે.

મળતી માહિતી મુજબ, મોરા ભાગળ સર્કલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસ સાથેકાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે કારના એન્જિન અને આગળના બોનેટના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. જો કે, કુદરતની મહેરબાની કહો કે એરબેગની સુરક્ષા, કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
ભરચક વિસ્તારમાં અકસ્માત થવાને કારણે થોડીવાર માટે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી રાંદેર પોલીસે બંને વાહનોનેસાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે.