Last Updated on by Sampurna Samachar
બોર્ડર બંધ હોવાના કારણે અનેક વેપારીઓ, યુવાઓ પરેશાન
શંભૂ બોર્ડર પર એક વર્ષથી ખેડૂતો ધરણા પ્રદર્શન છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબ પોલીસે શંભૂ બોર્ડર પર એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોને હટાવવા માટે બળપ્રયોગ અને બુલડોઝરનો ઉપયોગ કરાતા ભારે રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. આ મામલે એકતરફ કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી ભાજપને બાનમાં લઈ રહી છે. આ સમગ્ર મામલા વચ્ચે પંજાબ સરકાર બેકફૂટ આવી જતાં, છેવટે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સ્પષ્ટતા કરવી પડી છે.

શંભૂ બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા મુદ્દે આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ‘બોર્ડર પર ખેડૂતો દ્વારા થઈ રહેલા વિરોધ-પ્રદર્શનને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, જેના કારણે શંભૂ (SAMBHU) અને ખનૌરી બોર્ડર બંધ છે. આંદોલન તેમજ બોર્ડર બંધ હોવાના કારણે અનેક વેપારીઓ, યુવાઓ પરેશાન થયા છે, તેથી સરકાર દ્વારા ખેડૂતોને હટાવવામાં આવ્યા છે.
આશરે ૨૦૦ ખેડૂતોની પણ અટકાયત કરાઇ
આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યુ કે, ‘તમામ સ્થિતિ બગાડવા પાછળ કેન્દ્ર સરકાર જવાબદાર છે. આખો દેશ જાણે છે કે, જ્યારે કેન્દ્ર સરકાર ત્રણ કાળો કાયદો લાવી હતી, ત્યારે અમે લોકોએ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં મને તો ખેડૂતો મુદ્દે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયો હતો. મને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો.
ખેડૂતોનો મુદ્દો MSP છે, જો કેન્દ્ર સરકાર ઈચ્છે તો એક કલાકની અંતર તેનો નિવેડો લાવી શકે છે. આ મુદ્દાના કારણે ખેડૂતોએ અનેક મહિનાઓ સુધી રસ્તા રોકીને રાખ્યા હતા, તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી, જે યોગ્ય બાબત નથી. અમે લોકોએ ખેડૂતોને સાથ આપ્યો. જ્યારે અરવિંદ કેજરીવાલે સ્ટેડિયમ માંગવામાં આવ્યું ધરપકડ કરવા માટે તો તેમણે ઈન્કાર કરી દીધો હતો.’
ઉલ્લેખનીય છે કે, પંજાબ અને હરિયાણા વચ્ચે આવેલી શંભૂ બોર્ડર પર એક વર્ષથી ખેડૂતો ધરણા પ્રદર્શન પર બેઠા હતા, જેમને પંજાબ પોલીસે હટાવી દીધા છે. પંજાબ પોલીસે ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલ અને સરવનસિંહ પંધેરની અટકાયત કરી હતી. ખેડૂતો ખનૌરી અને શંભૂ બોર્ડર પર માર્ચ કાઢવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આશરે ૨૦૦ ખેડૂતોની પણ અટકાયત કરાઇ હતી. હાલ ખેડૂતોને દિલ્હી જતા અટકાવવા તેમજ ધરણા સ્થળેથી હટાવવા માટે બંન્ને સરહદે ત્રણ હજાર પોલીસ જવાનોને તૈનાત કરાયા છે.