Last Updated on by Sampurna Samachar
તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી
NAFED અને NCCF નામની કેન્દ્રીય નોડલ એજન્સીઓ કાર્યરત
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકાર તુવેર, અડદ અને મસુરના ઉત્પાદનનો ૧૦૦% હિસ્સો MSP પર ખરીદવા માટે પ્રતિબદ્ધ છે તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. તદઅનુસાર, ભારત સરકારે ૧૫ માં નાણા પંચની ભલામણ અનુસાર ૨૦૨૫-૨૬ માટે સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે.

સંકલિત PM – AASHA યોજના ખરીદી કામગીરીના અમલીકરણમાં વધુ અસરકારકતા લાવવા માટે સંચાલિત છે. જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ આપે છે એટલું જ નહીં પરંતુ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં થતી અસ્થિરતાને પણ નિયંત્રિત કરે છે.
પૂર્વ-નોંધાયેલા ખેડૂતો પાસેથી MSP પર ખરીદી
સંકલિત PM – AASHA યોજનાની ભાવ સહાય યોજના હેઠળ, નિર્ધારિત વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ને અનુરૂપ સૂચિત કઠોળ, તેલીબિયાં અને કોપરાની કેન્દ્રીય નોડલ એજન્સીઓ (CNAS) દ્વારા રાજ્ય સ્તરની એજન્સીઓ દ્વારા પૂર્વ-નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધા લઘુતમ ટેકાના ભાવ (MSP) પર ખરીદી કરવામાં આવે છે.
કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર ર્નિભરતા ઘટાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે ખરીદી વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાજ્યના ઉત્પાદનના ૧૦૦% જેટલા ભાવ સહાય યોજના (PSS) હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી છે.
સરકારે ૨૦૨૫ના બજેટમાં એવી પણ જાહેરાત કરી છે કે, દેશમાં કઠોળમાં આર્ત્મનિભરતા હાંસલ કરવા માટે આગામી ચાર વર્ષ માટે ૨૦૨૮-૨૯ સુધી રાજ્યના ઉત્પાદનના ૧૦૦% જેટલા તુવેર, અડદ અને મસૂરની ખરીદી કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે.
તદ્દનુસાર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે તુવેર (અરહર) મસુર અને અડદની ખરીદીને અનુક્રમે ૧૩.૨૨ , ૯.૪૦ અને ૧.૩૫ મંજૂરી આપી. તેમણે ખરીફ ૨૦૨૪-૨૫ સીઝન માટે ભાવ સહાય યોજના હેઠળ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ રાજ્યોમાં કુલ ૧૩.૨૨ ખરીદીને મંજૂરી આપી.
આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોમાં ખરીદી શરૂ થઈ ગઈ છે અને ૧૧.૦૩.૨૦૨૫ સુધીમાં આ રાજ્યોમાં કુલ ૧.૩૧ તુવેર (અરહર) ખરીદી કરવામાં આવી છે. જેનાથી આ રાજ્યોના ૮૯,૨૧૯ ખેડૂતોને ફાયદો થયો છે. અન્ય રાજ્યોમાં પણ તુવેર (અરહર)ની ખરીદી ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે.
તુવેરની ખરીદી NAFED ના ESAMIRIDHII પોર્ટલ અને NCCF ના ASAMYUKTI પોર્ટલ પર પૂર્વ-નોંધાયેલા ખેડૂતો પાસેથી પણ કરવામાં આવે છે. ભારત સરકાર NAFED અને NCCF નામની કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા ખેડૂતો પાસેથી તુવેરની ૧૦૦% ખરીદી કરવા માટે પ્રતિબદ્ધ છે.