કેન્દ્ર સરકારે કરી દીધી સ્પષ્ટતા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વાહનચાલકોને પેટ્રોલ પંપ પર ભીડ કરવા કે ગેસ સિલિન્ડરની એડવાન્સ બુકિંગ કરવાની જરૂર નથી

સામાન્ય જનતાની સુવિધા માટે સરકારે કિલોના નાના ગેસ સિલિન્ડર હવે વધુ સરળતાથી ઉપલબ્ધ કરી દીધાછે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

શું તમને પણ ડર સતાવે છે કે, દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે પેટ્રોલ, ડીઝલ કે રસોઈગેસની અછત પડી શકે છે?  તમે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોઈને ચિંતિત છો તો થોડી શાંતિ રાખો. કેન્દ્ર સરકારે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે મોટી રાહત આપતાં સ્પષ્ટ કરી દીધું છે કે, ચિંતા કરવાનીકોઈ જરૂર નથી.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે વિશ્વાસ આપ્યો છે કે, દેશમાં પૂરતું ઈંધણ ઉપલબ્ધ છેઅને સપ્લાય ચેઈનને લઈને જે પણ અફવાઓ ફેલાઈ રહી છે, એના પર વિશ્વાસ કરો. સરકારે સામાન્યજનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ પગલાં પહેલેથી લઈ લીધાં છે.

કોઈપણ પ્રકારની અછત થવા નહીં દેવામાં આવે

સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે, વાહનચાલકોને પેટ્રોલ પંપ પર ભીડ કરવા કે ગેસ સિલિન્ડરની એડવાન્સબુકિંગ કરવાની જરૂર નથી. દેશની તમામ રિફાઈનરીઝ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને આપણી પાસેક્રૂડ ઓઈલનો સ્ટોક પણ પૂરતો છે. મંત્રાલયએ કહ્યું છે કે, લોકો શાંતિ રાખે અને માત્ર જરૂર મુજબ ખરીદી કરે. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધના સંકેતો હોવા છતાં ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત છે અને દેશમાં કોઈપણ પ્રકારની અછત થવા નહીં દેવામાં આવે.

સામાન્ય જનતાની સુવિધા માટે સરકારે કિલોના નાના ગેસ સિલિન્ડર હવે વધુ સરળતાથી ઉપલબ્ધ કરી દીધાછે. હવે કોઈપણ વ્યક્તિ નજીકની ગેસ એજન્સી પર જઈને માત્ર ઓળખપત્ર બતાવીને સિલિન્ડરખરીદી શકે છે, માટે એડ્રેસ પ્રૂફની જરૂર નથી. આંકડાઓ મુજબ ગયા મહિને ૨૩ તારીખથી અત્યાર સુધીલગભગ ૫૭ લાખ નાના સિલિન્ડર વેચાઈ ચૂક્યા છે. પગલું ખાસ કરીને ભાડે રહેતા લોકો કે જેમના પાસેપૂરતા દસ્તાવેજ નથી, એમને માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

ડિજિટલ ઇન્ડિયાનો અસર ગેસ બુકિંગ પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. હાલમાં ઓનલાઈન ગેસ બુકિંગનોઆંકડો ૯૫ ટકા સુધી પહોંચી ગયો છે, જે એક રેકોર્ડ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, માત્ર ગઈકાલે દેશભરમાં ૫૧ લાખ ઘરેલુ એલપિજી સિલિન્ડરની હોમ ડિલિવરી કરવામાં આવી છે. આથી સાબિત થાય છે કે, સરકારની સપ્લાય સિસ્ટમ કેટલી મજબૂત છે. સાથે , સરકાર લોકોને ઇન્ડક્શન સ્ટોવ અને ઇલેક્ટ્રિક કુકટોપ જેવા વિકલ્પો અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, જેથી પરંપરાગત ઈંધણ પર આધાર ઘટાડીશકાય.

પાઈપ્ડ નેચરલ ગેસ મામલે પણ ઝડપથી વિકાસ થયો છે. ગયા મહિના પછી અત્યાર સુધી .લાખથી વધુ નવા ઘરોમાં ગેસ સપ્લાય શરૂ થઈ ગઈ છે અને લગભગ લાખ ૮૦ હજાર લોકોએ નવા કનેક્શનમાટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી બાજુ, શિપિંગ મંત્રાલય દરિયાઈ માર્ગે થતા વેપાર પર સતત નજર રાખી રહ્યુંછે. યુદ્ધ જેવી પરિસ્થિતિ હોવા છતાં ભારતીય જહાજાેની અવરજવર અને નાવિકોની સુરક્ષામાં કોઈ કમી રહે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

એક સારા સમાચાર છે કે, ગ્રીન સાંવી નામનું એલપીજી જહાજ ગઈકાલે સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પારકરી ગયું છે. જહાજ પર ૪૬,૬૫૦ મેટ્રિક ટન ગેસનો કાર્ગો છે અને તેમાં ૨૫ ભારતીય નાવિક છે. હાલમાંપશ્ચિમ ફારસની ખાડી વિસ્તારમાં ભારતના ૧૭ જહાજ છે, જેમાં ૪૬૦ ભારતીય નાવિક ફરજ પર છે. સરકારતમામની સુરક્ષા માટે સતત મોનિટરિંગ કરી રહી છે જેથી દેશમાં ઈંધણની સપ્લાય સતત ચાલુ રહે.

હવાઈમુસાફરીના ક્ષેત્રમાં પણ સ્થિતિ સુધરી રહી છે. ૨૮ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં તે અસરગ્રસ્ત વિસ્તારમાંથીલગભગ .૭૫ લાખ મુસાફરો સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. અબુ ધાબીમાં થયેલા હુમલામાં પાંચભારતીયો ઘાયલ થયા હતા, જેમાંથી ચાર સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે અને એકની સારવાર ચાલી રહ્યુંછે.

વિદેશમાં ફસાયેલા ભારતીયોને મદદ કરવા માટે ભારતીય મિશન સંપૂર્ણ રીતે તૈયાર છે અને સ્થાનિકઅધિકારીઓ સાથે સંકલન કરીને ખાતરી કરે છે કે આપણા નાગરિકોને શ્રેષ્ઠ સારવાર અને સુરક્ષા મળે.

સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, ભારત ઊર્જા મામલે ખૂબ મજબૂત સ્થિતિમાં છે. આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતાંક્રૂડ ઓઈલની આયાત અને ગેસની સપ્લાય નિયમિત રીતે ચાલી રહી છે. રાજનૈતિક સ્તરે પણ એવા પગલાંલેવામાં આવ્યા છે કે, યુદ્ધના કારણે સપ્લાય ચેન પર અસર પડે. નાગરિકોને માત્ર એટલી અપીલ છે કે, અફવાઓ પર વિશ્વાસ કરો અને વિકલ્પ રૂપ ઊર્જા સ્ત્રોતોનો વધુ ઉપયોગ કરો, જેથી સિસ્ટમ પર દબાણ ઘટેઅને દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.