Last Updated on by Sampurna Samachar
કર્મચારીઓને ૨૫ લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટીનો ફાયદો મળશે
UPS માં સામેલ થનારા કર્મચારીઓને થશે ફાયદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર કર્મચારીઓ માટે મોટા મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર તરફથી મોટી જાહેરાત કરાઈ છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) માં સામેલ થનારા કર્મચારી હવે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) હેઠળ રિટાયર્ડ અને ડેથ ગ્રેચ્યુઈટીના હકદાર રહેશે. આ ર્નિણયની સાથે જ કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી પણ પૂરી થઈ ગઈ છે.
કાર્મિક રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે સરકાર તરફથી લાગૂ કરાયેલી નવી જોગવાઈ NPS હેઠળ આવતા કર્મચારીઓને સોશિયલ સિક્યુરિટી આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સિંહે જણાવ્યું કે UPS માં સામેલ કેન્દ્રીય કર્મચારીઓ હવે સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ગ્રેચ્યુઈટી ચૂકવણી) નિયમ ૨૦૨૧ હેઠળ રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેચ્યુઈટીના હકદાર રહેશે. ત્યારબાદ UPS માં સામેલ થનારા કર્મચારીઓને ૨૫ લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટીનો ફાયદો મળી શકશે.
OPS નો ફાયદો મળવો કર્મચારીઓ માટે મોટો ન્યાય
ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ (DOPPW) તરફથી જારી આદેશમાં કહેવાયું છે કે UPS હેઠળ કર્મચારીઓને નોકરી દરમિયાન મૃત્યુ કે અક્ષમતાના કારણે નોકરી છોડવા પર ઓપીએસના ફાયદા લેવાનો વિકલ્પ મળશે. સચિવ વી. શ્રીનિવાસે જણાવ્યું કે આ આદેશ કર્મચારીઓની શંકા દૂર કરે છે અને પ્રગતિશીલ છે. ઓલ ઈન્ડિયા એનપીએસ ઓમ્પ્લોઈઝ ફેડરેશનના ચેરમેન મંજીત સિંહ પટેલે આ ર્નિણયને ઐતિહાસિક ગણાવ્યો.
તેમણે કહ્યું કે UPS માં ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુઈટી સામેલ થવાથી કર્મચારીઓની ગેરસમજ દૂર થશે. પટેલે કહ્યું કે નોકરીઓ દરમિયાન મોત કે શારીરિક અક્ષમતાઓ થવા પર OPS નો ફાયદો મળવો કર્મચારીઓ માટે મોટો ન્યાય છે. આ નિયમ લાગૂ થયા બાદ અનેક કર્મચારીઓ યુપીએસને સિલેક્ટ કરશે. DOPPW એ ૨૦૨૧માં સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ સંલગ્ન નિયમો બનાવ્યા હતા. જે હેઠળ નિયમ ૧૦ માં કહેવાયું હતું કે એનપીએસમાં સામેલ દરેક કર્મચારીને નોકરી દરમિયાન મૃત્યુ કે અક્ષમતાના કારણે નોકરી છોડવા પર એનપીએસ કે ઓપીએસનો ફાયદો પસંદ કરવાનો અધિકાર છે.
આદેશમાં કહેવાયું કે UPS પસંદ કરનારા કર્મચારી સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (પેન્શન) નિયમ ૨૦૨૧ કે સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (અસાધારણ પેન્શન) નિયમ ૨૦૨૩ હેઠળ ફાયદો લઈ શકશે. સરકારના આ ર્નિણયથી કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત મલવાની આશા છે. UPS માં OPS નો ફાયદો સામેલ હોવાથી કર્મચારીઓનો ભરોસો વધશે. સરકાર તરફથી ઉઠાવવામાં આવેલું આ પગલું કર્મચારીઓની સામાજિક સુરક્ષાની સાથે જ તેમના ભવિષ્યનું પણ ધ્યાન રાખે છે.