Last Updated on by Sampurna Samachar
મોરબીના લખધીરપુર ગામ પાસે લેબર ક્વાર્ટરમાં બનાવ
સાથે કહેનાર યુવતે હત્યા કરી હોવાની કબૂલાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબીના લખધીરપુર ગામ પાસે આવેલ લેક્સસ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ MP ના રહેવાસી નરેન્દ્રસિંહ કમલસિંગ ધ્રુવેલની સાથે તેના કવાર્ટરમાં લીવ ઇનમાં પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી નામની યુવતી રહેતી હતી જેની હત્યા કરવામાં આવી હોવાની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જેથી પીઆઇ એસ.કે.ચારેલ અને તેની ટિમ સ્થળ ઉપર પહોચ્યા હતા અને મૃતક મહિલાની સાથે રહેતા યુવાનની આગવી ઢબે પૂછપરછ કરી હતી ત્યારે તેને મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. જેથી કરીને પોલીસ તેને તાલુકા પોલીસ સ્ટેશને લઈને આવી હતી. તેવામાં નરેન્દ્રસિંહ ધ્રુવેલને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો.
આરોપી યુવકનુ કસ્ટોડિયલ ડેથ થયુ
જેથી તેને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે નરેન્દ્રસિંહ ધ્રુવેલને મૃત જાહેર કર્યો હતો જેથી તે અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
જે યુવતીની હત્યા કરવામાં આવી હતી તે પુષ્પદેવીને માર માર્યો હોવાના ઇજાના નિશાન તેના શરીર ઉપર જોવા મળ્યા હતા જેથી કરીને તેના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યુ હતું જેમાં યુવતીને લાકડી અને પટ્ટા વડે મારમાર્યો હોવાની તેમજ તેના મોઢા તેમજ ગાલ ઉપર બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું હતું અને તે પીડાના લીધે જ તે યુવતીનું મોત થયું હોવાનું ડોક્ટરે પોલીસે જણાવ્યુ હતું.
જોકે, મૃતક યુવતીની સાથે રહેતા નરેન્દ્રસિંહ ધ્રુવેલની ઘટના સ્થળેથી જ પોલીસે હત્યાના કેસમાં અટક કરી હતી અને તેને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા હતા તેવામાં તેની તબિયત બગડી હતી જેથી ૧૦૮ મારફતે તેને મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરાવતા હાર્ટ એટેકથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
મોરબીના લખધીરપુર રોડ ઉપર સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવતીની હત્યા બાબતે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનની સામે હત્યાનો ગુનો નોંધાયેલ છે અને મોરબી તાલુકા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું કસ્ટોડિયલ ડેથ થયું હતું જે બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી કરેલ છે.