Last Updated on by Sampurna Samachar
ઇઝરાયેલે કતારમાં હમાસ નેતાઓને નિશાન બનાવ્યા
અસરકારક પગલાં લેવા અપીલ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ કતારની રાજધાની દોહામાં ૬૦ મુસ્લિમ દેશોની ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. જેમાં, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશનના સભ્ય દેશો અને આરબ દેશોએ બેઠકમાં હાજરી આપી હતી. OIC ની આ ઈમરજન્સી બેઠક કતારમાં ઇઝરાયેલી હુમલા અંગે યોજાઈ હતી, જેમાં તમામ દેશોને ઇઝરાયેલ સામે કાનૂની અને અસરકારક પગલાં લેવા અપીલ કરવામાં આવી હતી.
પાકિસ્તાની અખબાર ધ ડોનના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે ઇઝરાયેલે કતારમાં હમાસ નેતાઓને નિશાન બનાવ્યા હતા અને હુમલો કર્યો હતો. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, આ અધિકારીઓ ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ ઇઝરાયેલે આ હુમલો કરીને તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે, તેથી તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. હમાસનું કહેવું છે કે, ઇઝરાયેલી હુમલામાં ૬ લોકો માર્યા ગયા છે. જોકે, હમાસના ટોચના અધિકારીઓ બચી ગયા છે.
૬૦ દેશોના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓએ હાજરી આપી
OIC દેશોએ સંયુક્ત નિવેદનમાં અપીલ કરી છે કે, દરેક વ્યક્તિએ ઇઝરાયેલ વિરુદ્ધ કાયદેસર અને કડક પગલાં લેવાની જરૂર છે, અને બધા દેશોએ તેની સાથેના તેમના રાજદ્વારી અને આર્થિક સંબંધો પર પણ ધ્યાન આપવું જોઈએ, કારણ કે તે લગભગ બે વર્ષથી પેલેસ્ટિનિયનો પર હુમલો કરી રહ્યું છે. આ દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલનું સભ્યપદ સમાપ્ત કરવા માટે પ્રયાસો કરવાની પણ અપીલ કરી છે. બેઠકનો હેતુ ઇઝરાયેલ પર દબાણ લાવવાનો હતો, જેથી ગાઝામાં તેના ચાલી રહેલા હુમલાઓને રોકી શકાય.
બેઠકમાં ૬૦ દેશોના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓએ હાજરી આપી હતી, પરંતુ સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને મોરોક્કોએ બેઠક માટે પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા. આ ત્રણ દેશોએ પાંચ વર્ષ પહેલાં ઇઝરાયેલને અબ્રાહમ કરાર હેઠળ માન્યતા આપી હતી. આ ઉપરાંત, કતાર, ઇજિપ્ત અને જોર્ડન પણ તેને માન્યતા આપનારા દેશોમાં સામેલ છે.
ઇઝરાયેલનું UN સભ્યપદ સમાપ્ત કરવાની અપીલકતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ કહ્યું કે, યુદ્ધવિરામની વાત કરી રહેલા હમાસ વાતચીત કરનારાઓ પર હુમલો કરીને ઇઝરાયેલે સાબિત કર્યું છે કે, તેનો યુદ્ધવિરામનો ઇરાદો નથી. આરબ દેશોને ચેતવણી આપતા અમીરે એમ પણ કહ્યું કે, ઇઝરાયેલે કતારમાં હમાસના અધિકારીઓ પર હુમલો કરીને ગાઝા પરની વાતચીતને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો છે અને ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ અરબને ઇઝરાયેલી પ્રદેશમાં ફેરવવાનું સ્વપ્ન જાેઈ રહ્યા છે, જે એક ખતરનાક બાબત છે.
કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ કહ્યું કે, યુદ્ધવિરામની વાત કરી રહેલા હમાસ વાતચીત કરનારાઓ પર હુમલો કરીને ઇઝરાયેલે સાબિત કર્યું છે કે, તેનો યુદ્ધવિરામનો ઇરાદો નથી. આરબ દેશોને ચેતવણી આપતા અમીરે એમ પણ કહ્યું કે, ઇઝરાયેલે કતારમાં હમાસના અધિકારીઓ પર હુમલો કરીને ગાઝા પરની વાતચીતને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો છે અને ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ અરબને ઇઝરાયેલી પ્રદેશમાં ફેરવવાનું સ્વપ્ન જાેઈ રહ્યા છે, જે એક ખતરનાક બાબત છે.
બાદમાં, શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘આજે દોહામાં યોજાયેલ ઇમરજન્સી આરબ-ઇસ્લામિક સમિટ આપણા ક્ષેત્રમાં ઇઝરાયેલી આતંકવાદ સામે એક મજબૂત સંદેશ છે અને તેના પરિણામો આપણા સામૂહિક પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા, આપણા દેશોની સ્થિતિનું સંકલન કરવા અને આપણા વલણ અને અવાજને એક કરવામાં અસરકારક રીતે ફાળો આપશે.‘
બાદમાં, શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘આજે દોહામાં યોજાયેલ ઇમરજન્સી આરબ-ઇસ્લામિક સમિટ આપણા ક્ષેત્રમાં ઇઝરાયેલી આતંકવાદ સામે એક મજબૂત સંદેશ છે અને તેના પરિણામો આપણા સામૂહિક પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા, આપણા દેશોની સ્થિતિનું સંકલન કરવા અને આપણા વલણ અને અવાજને એક કરવામાં અસરકારક રીતે ફાળો આપશે.‘
બેઠકમાં કોણે હાજરી આપી?આરબ-ઇસ્લામિક સમિટમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, ઈરાનના પ્રમુખ મોસાદ પેઝેશ્કિયાન, ઈરાકી વડા પ્રધાન મોહમ્મદ સિયાહ અલ-સુદાની, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્બાસ પણ હાજર રહ્યા હતા.
આરબ-ઇસ્લામિક સમિટમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, ઈરાનના પ્રમુખ મોસાદ પેઝેશ્કિયાન, ઈરાકી વડા પ્રધાન મોહમ્મદ સિયાહ અલ-સુદાની, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્બાસ પણ હાજર રહ્યા હતા.
ઈરાની રાષ્ટ્રપતિ મોસાદ પેઝેશ્કિયાને કહ્યું કે, કાલે અરબ કે અન્ય કોઈપણ ઇસ્લામિક દેશ સામે આવી શકે છે, જેમ જુલાઈમાં ઈરાન સાથે થયું હતું. જ્યારે ઈઝરાયલ સાથે તેનું યુદ્ધ લગભગ ૧૨ દિવસ ચાલ્યું હતું. ઈરાને અગાઉ પણ મુસ્લિમ દેશોને ઈઝરાયલ સાથેના તમામ સંબંધોનો અંત લાવવાની અપીલ કરી છે.