Last Updated on by Sampurna Samachar
આરોપીની ધરપકડ પર ૨૦ હજારનું જાહેર કર્યું હતું ઇનામ
આરોપી છેલ્લા ત્રણ મહિનાથી હતો ફરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના ધૌલપુરમાંથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. અહીંની એક યુવતી ખુશી નામની પ્રોફાઇલ બનાવીને લોકોને છેતરવાનું કામ કરી રહી હતી. તે લોકો સાથે ચેટ કરી, મીઠી મીઠી વાતો કરી, પ્રેમજાળમાં ફસાવી તેમને હોટલમાં મળવા બોલાવતી હતી. થોડી વારમાં તે લોકોને લાખોનો ચૂનો લગાવી દેતી હતી. હવે પોલીસે હનીટ્રેપની ટોળકીના આરોપીની ધરપકડ કરી લીધી છે.
ધૌલપુરમાં હનીટ્રેપમાં એક મોટા કેસમાં બસેડી પોલીસને મોટી સફળતા મળી છે. ૨૦ હજાર રૂપિયાના ઈનામી આરોપી ઓમકાર ઠાકુરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો. આ કેસ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪નો છે. જ્યારે પીડિત સચિન સિંઘલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું કે ૨૧ ડિસેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામ પર ખુશી નામની એક છોકરી સાથે તેને દોસ્તી થઈ. થોડા દિવસ વાતચીત બાદ યુવતીએ તેને ધૌલપુરની એક હોટલમાં મળવા બોલાવ્યો.
પોલીસે ફરાર આરોપીની કરી ધરપકડ
પણ થોડી વારમાં કહાનીમાં નવો વળાંક આવ્યો. છોકરીએ સચિનને ધમકી, તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી દેવાની ધમકી આપી. જે બાદ ચાર અન્ય લોકો પણ પહોંચી ગયા અને તમામે મળીને સચિન પાસે ૪ લાખ રૂપિયાની માંગ કરી. પ્રેશર આપીને આરોપીઓએ તેના પરિવાર પાસેથી ૨ લાખ રૂપિયા વસૂલી લીધા. જ્યારે બાકીના ૨ લાખ બાદમાં આપવા કહેવાયું. પોલીસે ફરાર આરોપી ઓમકાર ઠાકુરને હરજૂપુરાના બસેડીમાંથી ધરપકડ કરી લીધી.
પોલીસે તેની પાસેથી ૫ હજાર રૂપિયા રોકડ રકમ જપ્ત કરી છે. ધૌલપુરના પોલીસ અધીક્ષકે ઓમકારની ધરપકડ પર ૨૦ હજારનું ઇનામ જાહેર કર્યું હતું. આ પ્રકરણમાં પહેલા જ પ્રહલાદ, હજારી, પંકજ, મોનૂ ધોબી, હરિઓમ અને નિક્કીની ધરપકડ થઈ ચૂકી છે અને હવે ઓમકારની ધરપકડ સાથે મામલામાં મોટી સફળતા મળી છે.