Last Updated on by Sampurna Samachar
દુર્ઘટના ઇરાકની અલ-કુટની એક સુપરમાર્કેટમાં થઈ
આગ લાગવાનુ કારણ હવે આવશે સામે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગવાને કારણે ૫૦ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. અહેવાલ પ્રમાણે દાવો કરવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ઇરાકની અલ-કુટની એક સુપરમાર્કેટમાં થઈ છે. વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે ઇમારતના મોટા ભાગમાં આગ લાગી છે અને ધૂમાડો જોવા મળી રહ્યો છે.

દુર્ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાંચ માળની ઇમારત આગની ઝપેટમાં આવેલી જોવા મળી રહી છે, જ્યારે ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. વાસિત પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીએ જણાવ્યું કે એક મોટા શોપિંગ સેન્ટરમાં આગને કારણે મૃત્યુ પામનાર પીડિતોની સંખ્યા લગભગ ૫૦ થઈ ગઈ છે. પરંતુ આગ લાગવાનું સાચુ કારણ હજુ સામે આવ્યું નથી. ગવર્નરે કહ્યુ કે તપાસનો પ્રાથમિક રિપોર્ટ ૪૮ કલાકમાં જાહેર કરવામાં આવશે.
દેશમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરાઇ
વાસિત પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલી-મિયાહીએ જણાવ્યું કે આગ એક હાઇપર માર્કેટ અને એક રેસ્ટોરન્ટમાં લાગી છે. જ્યારે આગ લાગી ત્યારે ત્યાં ઘણા લોકો ભોજન કરી રહ્યાં હતા અને ખરીદી કરી રહ્યા હતા. ગવર્નરે જણાવ્યું કે ફાયરની ટીમે ઘણા લોકોને બચાવ્યયા છે. આ દુખદ ઘટનાને કારણે દેશમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીએ ઇમારત અને મોલના માલિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.