Last Updated on by Sampurna Samachar
ગોઝારા અકસ્માતમાં ૨ શ્રમજીવીનું કમકમાટીભર્યુ મોત
પાદરાના હાઇવે પર રીપેરીંગ કામ કરતા હતા ૫ શ્રમજીવીઓ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં ફરી માર્ગ અકસ્માતની હચમચાવતી ઘટના સામે આવી છે. હાઈવે પર પૂરપાટવેગે જતી કાર શ્રમજીવી લોકો માટે યમરાજ બની. હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં પસાર થતી કાર શ્રમજીવી પર ફરી વળી. માર્ગ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા. અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. અકસ્માતનો શિકાર થયેલા શ્રમજીવી પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં દિલ્હી મુંબઈ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માત ત્યારે બન્યો જયારે એક્સપ્રેસ હાઈવે પર શ્રમજીવી રીપેરીંગનું કામ કરતા હતા. આ કામગીરી દરમિયાન અચાનક જ એક કાર પૂરપાટવેગે આવી અને રીપેરીંગ કામ કરતા ૫ શ્રમજીવીને અટફેટે લીધા.
સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી
રીપેરીંગ કરી રહેલા શ્રમજીવીઓ પર કાર ફરી વળી અને બે શ્રમજીવીઓનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું.મૃતક શ્રમજીવીઓને પોસ્ટમોર્ટમ માટે અને જયારે ઇજાગ્રસ્તને સારવાર માટે પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી.