Last Updated on by Sampurna Samachar
રનવે ૨૩ પરથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું
કો-પાઇલટને ૧૧૦૦ કલાકનો ઉડાનનો અનુભવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ એરપોર્ટથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાના થોડા સમય પછી જ અકસ્માતનો ભોગ બન્યું હતું. આ વિમાનમાં ૨૪૨ મુસાફરો સવાર હતા. ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા. તેઓ ૮૨૦૦ કલાકનો અનુભવ ધરાવતા LTC છે. કો-પાઇલટને ૧૧૦૦ કલાકનો ઉડાનનો અનુભવ હતો.
મળતી માહિતી અનુસાર, વિમાને અમદાવાદથી રનવે ૨૩ પરથી ૧૩૩૯ IST (૦૮૦૯ UTC ) વાગ્યે ઉડાન ભરી હતી. રનવે ૨૩ પરથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતો જોવા મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગર વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયું. તેમાં ૨૪૨ મુસાફરો સવાર હતા.
મેઘાણી નગરમાં ક્રેશ થયું
આ મામલે ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે વિમાન ક્રેશ થયા પછી તેમાં આગ લાગી હતી અને આગ ઓલવવા માટે ફાયર એન્જિનોને ઘટનાસ્થળે મોકલાયા હતા. આ વિમાન લંડન જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, “વિમાન એરપોર્ટ નજીક મેઘાણી નગરમાં ક્રેશ થયું હતું.”