Last Updated on by Sampurna Samachar
સુઈગામના કોરેટી ગામે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં ભારે રોષ
કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ખેડૂતો થયા પાયમાલ તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠની કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, આજે સવારે કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરમાં વહી ગયું હતુ જેના કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું હતું, ખેડૂતોનું કહેવું છે કે, એક તરફ ખેતી માટે પાણી મળતું નથી અને બીજી તરફ કેનાલ તૂટતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ખેડૂતો થયા પાયમાલ તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, ગાબડું પડતા ૩ એકર જમીનમાં પાણી ફરી વળ્યું છે અને તૈયાર થયેલા પાકમાં નુકસાની સામે આવી હોવાની વાત સામે આવી છે, તો વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં પણ રોષ છે અને તૈયાર પાક પર પાણી ફરી વળે છે.
વાવ થરાદ જીલ્લાના સુઈગામ તાલુકાના કોરેટી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં પડ્યું મસ મોટું ગાબડું અને કોરીટી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર ૨ કેનાલમાં પડ્યું ગાબડું, એક મહિના પહેલા કરેલી રીપેર કેનાલ ફરિવાર તૂટતા ખેડૂતોમાં ભારે રોષ છે.અને કેનાલ તૂટતા લાખો લિટર પાણીનો વેડફાટ થતા ત્રણ એકર જમીનમાં પાણી ફરી વળ્યું છે, કેનાલ તૂટતા કોરેટી અને કાણોઠીનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ થયો છે. ત્રણ એકર જમીનમાં પાણી ફરી વળ્યા બાદ બાજુમાં આવેલા ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે.