Last Updated on by Sampurna Samachar
બસ સ્ટેન્ડ પાસે ખાનગી સ્કૂલ બસની બ્રેક ફેલ થતા અકસ્માત
સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામકંડોરણા તાલુકા મથકે બપોરના સમયે એક અકસ્માતની ઘટના સામે આવી છે. જામકંડોરણા બસ સ્ટેન્ડ જેવા વ્યસ્ત વિસ્તારમાં એક ખાનગી સ્કૂલની બસે રસ્તા પર ઉભેલી કારને જોરદાર ટક્કર મારતા ભારેચકચાર મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, જામકંડોરણા બસ સ્ટેન્ડ પાસે એક કાર ઉભી હતી, જેમાં મુસાફરો બેઠેલા હતા. આદરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક ખાનગી સ્કૂલની બસે અચાનક આ કારને અડફેટે લીધી હતી. ટક્કરએટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન થયું હતું અને તેમાં બેઠેલા આશરે બે વ્યક્તિઓને શરીરે ગંભીરઈજાઓ પહોંચી હતી.
સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.સ્થાનિકો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ, સ્કૂલ બસની બ્રેક ફેલ થઈગઈ હતી. બ્રેક કામ ન કરતી હોવાથી ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના પરિણામે આ અકસ્માતસર્જાયો હોવાનું અનુમાન છે. જો કે, સદનસીબે અકસ્માત સમયે બસમાં બાળકોની સંખ્યા ઓછી હતી અથવાકોઈ મોટી જાનહાનિ ટળી હતી, અન્યથા ગંભીર હોનારત સર્જાઈ શકત.