Last Updated on by Sampurna Samachar
એરપોર્ટની દિવાલ ધરાશાઇ થતાં સરકાર સામે આરોપ
દિવાલનો એક હિસ્સો જમીનદોસ્ત થયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના રીવામાં વરસી રહેલા મૂશળધાર વરસાદના કારણે હાલમાં જ નિર્માણ કરાયેલા એરપોર્ટની બ્રાઉન્ડી વૉલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. ૫૦૦ કરોડના ખર્ચે થોડા મહિના પહેલાં જ તૈયાર આ એરપોર્ટની દિવાલ ધરાશાયી થતાં સોશિયલ મીડિયા પર સરકાર વિરૂદ્ધ આક્ષેપો થઈ રહ્યા છે. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ શિલાન્યાસ થયા બાદ ૨૦ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ થયુ હતું.
મધ્યપ્રદેશમાં ભોપાલ, જબલપુર, ખજૂરાહો, ઈન્દોર અને ગ્વાલિયર બાદ રીવામાં છઠ્ઠુ એરપોર્ટ બનાવવા આશરે પાંચ ગામની ૩૨૩ એકર જમીન ભાડેપટ્ટે લેવામાં આવી છે. ૯૯ વર્ષના ભાડા કરાર સાથે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિ૨લ એવિએશને એરપોર્ટ માટે લાયસન્સ આપ્યું હતું. પરંતુ મૂશળધાર વરસાદના કારણે એરપોર્ટ વિસ્તારની જમી ધસી પડી હતી. જેથી દિવાલનો એક હિસ્સો જમીનદોસ્ત થયો હતો.
બાઉન્ડ્રી વૉલ પાણી રોકવા માટે સક્ષમ નથી
એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા અનુસાર, એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતાં બ્રાઉન્ડી વૉલ ધરાશાયી થઈ હતી. તે પાણીના વહેણને રોકી શકી ન હતી. જોકે, રનવૅ સહી સલામત છે. તેને કોઈ નુકસાન થયુ નથી. ફ્લાઈટનું સંચાલન પણ ચાલુ છે. બાઉન્ડ્રી વૉલ હવા અને લોકોને એરપોર્ટની અંદર પ્રવેશતા રોકવા માટે બનાવવામાં આવે છે. જે પાણી રોકવા માટે સક્ષમ નથી.
સોશિયલ મીડિયા X પર એક યુઝરે પોસ્ટ કરી લખ્યું હતું કે, ગતવર્ષે PM મોદી દ્વારા વર્ચ્યુઅલી ખુલ્લુ મુકવામાં આવેલું એરપોર્ટ પહેલા વરસાદમાં જ ધોવાઇ ગયું. જે બાંધકામની ગુણવત્તા પર સવાલો ઉભા કરી રહી છે. રીવામાં છેલ્લા ૨૪ કલાકમાં લગભગ આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. નદી કિનારાના વિસ્તારોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા હતાં. રિવા શહેર નદીમાં તબદીલ થયુ છે. વહીવટી તંત્રે બચાવ કામગીરી અને સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે.