Last Updated on by Sampurna Samachar
હેબતપુર રોડ પર કારના ચાલકે બાઈક ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત
આ ઘટનાને પગલે આસપાસના રહીશો અને વાહનચાલકોના ટોળા ઉમટી પડ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા હેબતપુર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલકનુંઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના રહીશો અને વાહનચાલકોના ટોળા ઉમટીપડ્યા હતા.

મળતી માહિતી મુજબ, હેબતપુર રોડ પર કાર અને બાઈક વચ્ચે ટક્કર એટલી ભીષણ હતી કે બાઈક ચાલકગંભીર રીતે ઘાયલ થયો હતો અને ટૂંકી સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડ્યો હતો. અકસ્માત બાદ હાઈવેપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. પોલીસ અત્યારે આસપાસના CCTV ફૂટેજ પણ તપાસી રહી છે જેથી અકસ્માતનું સાચું કારણ જાણીશકાય.