Last Updated on by Sampurna Samachar
બલૂચિસ્તાને પોતાનું અલગ સંવિધાન જાહેર કર્યું
હિન્દી, ગુજરાતી સહિત ૧૧ ભાષામાં અનુવાદ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇતિહાસના પાને પાકિસ્તાનના ખાત્માની શરૂઆત થઈ ચૂકી છે . બલૂચ રાષ્ટ્રવાદીઓએ એ કરી બતાવ્યું છે, જેનો ડર ઇસ્લામાબાદને દાયકાઓથી સતાવી રહ્યો હતો. બલૂચિસ્તાનની આઝાદીનો ડ્રાફ્ટ એટલે કે વચગાળાનું સંવિધાન સત્તાવાર રીતે દુનિયાની સામે રજૂ કરી દીધું છે. બલૂચ નેતા મીર યાર બલૂચે આ ઐતિહાસિક દસ્તાવેજને શેર કર્યો છે, જેણે રાવલપિંડીના આર્મી હેડક્વાર્ટરમાં બેઠેલા જનરલ આસિમ મુનીર અને પ્રધાનમંત્રી શહબાઝ શરીફની રાતોની ઊંઘ હરામ કરી નાખી છે.

બલૂચિસ્તાન લિબરેશન ચાર્ટરની પ્રસ્તાવના જ પાકિસ્તાન માટે કોઈ કાળ તકતીથી કમ નથી, મીર યાર બલૂચ અનુસાર, બલૂચિસ્તાનની ૬ કરોડની બહાદુર માતાઓ, બહેનો અને વૃદ્ધોએ આઝાદીની આ મશાલને પ્રગટાવવા માટે લાખો બલિદાન આપ્યા છે. સંવિધાન એ લાખો શહીદોના લોહીથી લખાયું છે, જેને પાકિસ્તાની સેનાએ ગાયબ કર્યા અથવા પ્રતાડિત કર્યા. આ ચાર્ટર દુનિયાને એક સ્પષ્ટ મેસેજ આપે છે કે બલૂચિસ્તાન ન તો પાકિસ્તાન છે કે ન ધાર્મિક ચરમપંથીઓનું આશ્રયસ્થાન. આ એક ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ગણરાજ્યની બ્લૂપ્રિન્ટ છે, જે આધુનિક દુનિયા સાથે ખભેખભો મિલાવીને ચાલવા માટે તૈયાર છે.
પાકિસ્તાન માટે સૌથી મોટી વૈચારિક હાર
પાકિસ્તાને હંમેશા બલૂચિસ્તાનને ઇસ્લામના નામ પર ડરાવ્યા અને ત્યાં કટ્ટરપંથને પ્રોત્સાહન આપ્યું. પણ બલૂચિસ્તાન સંવિધાનની પહેલી લાઈન જ ધર્મ અને રાજનીતિને અલગ કરે છે. આ જેહાદ અને આતંકની ફેક્ટરી ચલાવનારા પાકિસ્તાન માટે સૌથી મોટી વૈચારિક હાર છે.
જ્યાં પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોનું જીવવું હરામ થઈ ગયું છે, ત્યાં બલૂચિસ્તાનના સંવિધાન, હિન્દુ, શીખ અને ઈસાઈ સમુદાયને પૂર્ણ સુરક્ષા અને સમાનતાની ગેરંટી આપે છે. આ ચાર્ટર સર્વધર્મ સમભાવના પાયા પર ટકેલું છે. જે પાકિસ્તાનના બે રાષ્ટ્ર સિદ્ધાંતના ધજાગરા ઉડાવે છે.
કદાચ સૌથી મોટો ઘા એ છે કે આ ચાર્ટરને દુનિયાની ૧૧ મુખ્ય ભાષામાં અનુવાદિત કર્યું છે. તેમાં હિન્દી, મરાઠી, ગુજરાતી અને પંજાબી ભાષા પણ સામેલ છે. રસપ્રદ વાત એ છે કે ભારતના ક્રાંતિકારી અને દેશભક્ત મિત્રોએ સ્વેચ્છાએ તેમાં મદદ કરી છે. આ વૈશ્વિક મંચ પર બલૂચિસ્તાનની વધતી સ્વીકાર્યતા અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બેઈજ્જતીના પૂરાવા છે.
આ ઐતિહાસિક દસ્તાવેજને તૈયાર કરવાનો શ્રેય બલૂચ રાષ્ટ્રવાદી નેતા શ્રી હિરબયાર મર્રીને જાય છે. તેમને આધુનિક બલૂચિસ્તાનના આંબેડકર અને શેખ મુઝીબ ઉર રહમાન કહેવાય છે. મર્રીએ ન ફક્ત બલૂચ જનમાનસને એક વિઝન આપ્યું છે, પણ પોતાના પૂર્વજાેના વારસાને આગળ વધાર્યો છે, જેણે ૧૮મી સદીથી જ બ્રિટિશ ઔપનિવેશિક શાસન અને હવે પાકિસ્તાની કબજા વિરુદ્ધ લડાઈ લડી છે.
હિરબયાર મર્રીએ આ ચાર્ટર દ્વારા વિખૂટા પડેલા બલૂચ સમુદાયોને એક સમાવેશી રાષ્ટ્રીય દ્રષ્ટિની નીચે લાવ્યા છે. એકજૂટ બલૂચિસ્તાન પાકિસ્તાન માટે સૌથી મોટો ખતરો છે.અબુ ધાબી અને ખાડી દેશોમાં રહેલા લાખો બલૂચોની વચ્ચે આ ચાર્ટરને અરબીમાં પણ પહોંચાડ્યું છે. અફઘાનિસ્તાનની સાથે સંબંધોને મજબૂત કરવા માટે તેને પશ્તો અને ફારસીમાં પણ લાવ્યા છે. તેનો મતલબ એ છે કે પાકિસ્તાન હવે ચારે તરફથી ઘેરાઈ ચૂક્યું છે.
જ્યારે શહબાઝ શરીફ અને જનરલ મુનીર આ સંવિધાન વાંચશે તો તેમને સમજાશે કે હવે બલૂચિસ્તાનના સોનું, ગેસ અને તાંબુંની લૂંટ કરી શકાશે નહીં. બલૂચ હવે પોતાના ન્યાય, સંપ્રભુતા અને સન્માન માટે એક કાયદા અંતર્ગત સંગઠિત થઈ ચૂક્યા છે. બલૂચિસ્તાન લિબરેશન ચાર્ટરે આ સ્પષ્ટ કરી દીધું છે કે બલૂચિસ્તાન હવે એક ભૂ-ભાગ જ નથી, પણ એક વિચાર બની ચૂક્યો છે.
પાકિસ્તાની સેના અને સત્તા ગમે તેટલી દમનકારી નીતિઓ અપનાવી લે, પણ જ્યારે કોઈ કોમ પોતાનું સંવિધાન લાવે છે, તો તેને દેશ બનતા કોઈ રોકી શકતું નથી. આસિમ મુનીર અને શહબાઝ શરીફ માટે આ ચેતવણી સ્પષ્ટ છે કે બલૂચિસ્તાન હવે એક હકીકત છે અને પાકિસ્તાનનો નકશો બદલાવાનો છે.