Last Updated on by Sampurna Samachar
ICC ચેરમેન જય શાહને મળવા પહોંચી જમ્મુ-કાશ્મીરની ટીમ
જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કર્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કરી ઈતિહાસ રચી દીધો છે. ઐતિહાસિક જીતને લઈને જમ્મુ-કાશ્મીર રણજી ટીમના સદસ્યોએ આઇસીસી ચેરમેન જય શાહની મુલાકાત લીધી છે અને જમ્મુ-કાશ્મીરમાં ક્રિકેટના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ મિટિંગમાં ટીમની પ્રગતિ તથા ઘરેલુ ક્રિકેટમાં જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓ માટે વધતી તકો વિશે ચર્ચા કરાઈ હતી.

આ દરમિયાન ટીમે વહીવટી સપોર્ટ અને પહેલો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જેનાથી જમ્મુ-કાશ્મીરમાં યુવા ક્રિકેટર્સ માટે ક્રિકેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવામાં મદદ મળી છે. મહત્ત્વપૂર્ણ છે કે, રણજી ટ્રોફીમાં ટીમના પ્રભાવી પરફોર્મન્સથી જમ્મુ-કાશ્મીર ક્રિકેટે સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
જય શાહે ટીમના પ્રયાસો અને પરફોર્મન્સની કરી પ્રશંસા
આઇસીસી ચેરમેન જય શાહે ટીમના પ્રયાસો અને પરફોર્મન્સની પ્રશંસા કરી હતી. તેઓ નોંધ્યું હતું કે, તેમની પ્રગતિ આ પ્રદેશમાં મૂળભૂત ક્રિકેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણના સારા પરિણામો સૂચવે છે.જમ્મુ-કાશ્મીરે કર્ણાટક સામેની મેચ પ્રથમ ઈનિંગની લીડના આધારે જીતી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરે પહેલી ઈનિંગમાં ૨૯૧ રનની લીડ મેળવી હતી.
જેમાં પાંચમા દિવસે જમ્મુ-કાશ્મીરે બીજી ઈનિંગમાં ચાર વિકેટ પર ૩૪૨ રન કર્યા અને તેની કુલ લીડ ૬૩૩ રન થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરાએ ઈનિંગ્સ ડિકલેર કરવાનો ર્નિણય લીધો. ત્યારબાદ બંને ટીમના કેપ્ટન દિવસની રમત સમાપ્ત કરવા સંમત થયા, જેના પરિણામે મેચ ડ્રો થઈ. આમ, જમ્મુ-કાશ્મીરે ઐતિહાસિક જીત મેળવી હતી.