Last Updated on by Sampurna Samachar
પહલગામ હુમલાની તપાસમાં NIA દ્વારા મોટા ખુલાસા
બૈસરન ખીણ સિવાય અન્ય ત્રણ સ્થળો પણ હતા નિશાના પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ આતંકી હુમલાની તપાસમાં ઘણા ખુલાસા થયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, NIA ની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓ ૧૫ એપ્રિલે જ પહેલગામ પહોંચ્યા હતા. અને આ ઘટના બાદ આંતકવાદી સોશિયલ મીડિયામાં એક્ટિવેટ હતા અને તેમના બોસને દરેક વસ્તુની માહિતી આપી રહ્યા હતા.

પહેલગામ આતંકવાદી હુમલા મામલે ચાલી રહેલી તપાસમાં ખુલાસો થઈ રહ્યો છે કે ગ્રાઉન્ડ ઝીરો પર આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓ પાકિસ્તાનમાં છુપાયેલા તેમના બોસને સંપૂર્ણ અપડેટ મોકલી રહ્યા હતા. આતંકવાદીઓ પાસે કેમેરા અને સેટેલાઇટ ફોન પણ હતા. જેના દ્વારા તેઓ પાકિસ્તાન સાથે સીધા સંપર્કમાં હતા. તપાસ દરમિયાન, એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે તેને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ દ્વારા પણ નિર્દેશિત કરવામાં આવી રહ્યો હતો.
બે દિવસ પહેલા સ્થળ પર પહોંચી ગયા
NIA ની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓ ૧૫ એપ્રિલે જ પહેલગામ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે NIA ને આ આતંકવાદીઓને મદદ કરનારા લોકો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે પહેલગામ ઉપરાંત, આતંકવાદીઓના નિશાના પર ત્રણ વધુ સ્થળો હતા. ઘટના પહેલા ખીણમાં ત્રણ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાના બે દિવસ પહેલા આતંકવાદીઓ પહેલગામની બૈસરન ખીણમાં પહોંચી ગયા હતા.
આ આતંકવાદીઓએ એક સાથે ત્રણ વધુ સ્થળોની રેકી કરી હતી. પરંતુ તે ત્રણ સ્થળોએ કડક સુરક્ષાને કારણે આતંકવાદીઓ ત્યાં ઘટનાને અંજામ આપી શક્યા નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ ઉપરાંત, અરુ ખીણ, એમ્યુઝમેન્ટ પાર્ક અને બેતાબ ખીણ પણ આતંકવાદીઓના નિશાના પર હતા.
સેટેલાઇટ ફોન, જેને ‘સેટફોન’ પણ કહેવાય છે, તે પરંપરાગત મોબાઇલ નેટવર્કને બદલે સીધા સેટેલાઇટ સાથે કનેક્ટ થઈને કામ કરે છે. તે એવા સ્થળોએ પણ વાતચીત કરવાની મંજૂરી આપે છે જ્યાં મોબાઇલ ટાવર નથી – જેમ કે મહાસાગરો, જંગલો, રણ અથવા યુદ્ધગ્રસ્ત વિસ્તારો. આતંકવાદીઓએ આ ફોનનો ઉપયોગ કર્યો હતો.
હાશિમ મુસા અગાઉ પાકિસ્તાનના અર્ધલશ્કરી દળમાં સામેલ હતો. બાદમાં તેને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યો. આ પછી તે ભારતમાં પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબામાં જોડાયો. ભારતીય સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે મુસા પાકિસ્તાની સેનાના કહેવા પર લશ્કરમાં જોડાયો હતો.