અમેરિકામાં ભારતીય ઠગનો આતંક

Share this Article:

Last Updated on by Sampurna Samachar

એફબીઆઈની મોસ્ટ વોન્ટેડ યાદીમાં કલ્પેશ પટેલ સામેલ

કલ્પેશ પટેલ ઉર્ફ કેની પટેલ ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે મોટા ઠગાઈના નેટવર્ક ચલાવવાના આરોપમાં ફરાર જાહેર

(સંપૂર્ણ સમાચાર સેવા)​

આજકાલ છેતરપિંડી અને ઠગાઈના કેસો વધી ગયા છે. થોડી લાલચ માટે ગુનો કરે છે અને પછી એમાં એટલા ઊંડા ઉતરી જાય છે કે, પાછળ ફરીને જોતા પણ નથી કે પકડાઈ જઈશું તો શું થશે. સાથોસાથ અન્યની જિંદગી પણ જોખમમાં મુકે છે. ત્યારે હાલ અમેરિકામાં મોટા પાયે ઠગાઈના રેકેટ ચલાવવાના આરોપમાં ભારતીય મૂળના એક વ્યક્તિને અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ તેની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો છે.

એજન્સીએ તેને ફ્રોડ કેસમાં ભાગેડુ જાહેર કર્યો છે અને તેના લોકેશન વિશે માહિતી આપવા માટે જનતાની મદદ માગી છે.FBI મુજબ, કલ્પેશકુમાર રસિકભાઈ પટેલ ઉર્ફ ‘કેની પટેલ‘ પર ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચે દેશભરમાં અનેક લોકોને ઠગવાનો આરોપ છે. તપાસ એજન્સીનું કહેવું છે કે આરોપીએ ફોન કોલ દ્વારા લોકોને વિશ્વાસ અપાવ્યું કે તેમની ઓળખ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. ત્યારબાદ પીડિતોને રોકડ રકમ અને પ્રીપેડ ડેબિટ કાર્ડના રૂપમાં પૈસા અલગ-અલગ સરનામે મોકલવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

૩૩ વર્ષીય કેનીનો જન્મ ૧૭ મે ૧૯૯૧ના રોજ ભારતમાં થયો

અમેરિકામાં કરોડો રૂપિયાની ઠગાઈના આરોપમાં ભાગેડુ જાહેર કરાયેલો ૩૩ વર્ષીય કેનીનો જન્મ ૧૭ મે ૧૯૯૧ના રોજ ભારતમાં થયો હતો. તેને મેકો, કેની, કલ્પેશકુમાર રસિકભાઈ પટેલ, કલ્પેશ પટેલ સહિત અનેક નામોથી ઓળખવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે અગાઉ ફ્યુઅલ સ્ટેશન એટેન્ડન્ટ, કેશિયર અને સ્ટોર વર્કર તરીકે પણ કામ કરી ચૂક્યો છે. FBIના લેટેસ્ટ અપડેટ મુજબ, કલ્પેશકુમાર હાલમાં અમેરિકાના ઇલિનોય અને પેન્સિલ્વેનિયા સ્ટેટમાં ક્યાંક રહે છે. તેની વિરુદ્ધ જૂન ૨૦૨૩માં કેન્ટકીની ફેડરલ કોર્ટમાં મેલ અને વાયર ફ્રોડની સાજિશના આરોપ હેઠળ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

FBI એ ૧૦ સૌથી વધુ વાંછિત ગુનેગારોની યાદીમાં સમાવિષ્ટ ભાગેડુઓ વિશે માહિતી આપનારને મળનારી ઇનામની રકમ વધારીને હવે ૧૦ લાખ અમેરિકન ડોલર કરી છે. આ યાદીમાં ૧૧ વર્ષ જૂના હત્યાના કેસમાં ફરાર એક ભારતીય નાગરિક પણ સામેલ છે. FBI ના ક્રિમિનલ ડિવિઝનના સહાયક ડિરેક્ટર હીથ આર. જાનકે એ અહીં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ૧૦ સૌથી વધુ વાંછિત ભાગેડુઓની યાદીમાં ગયા અઠવાડિયે ત્રણ નવા આરોપીઓના નામ ઉમેરવામાં આવ્યા હતા. યાદીમાં નામ ઉમેર્યા પછી તરત જ એમાંથી એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ભારતીય નાગરિક ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ ૧૨ એપ્રિલ, ૨૦૧૫ના રોજ મેરીલેન્ડના હેનોવરમાં ડોનટની દુકાનમાં પોતાની પત્નીની હત્યા કરી હોવાનો આરોપ છે. આ ઘટનાના પછીથી તે ફરાર છે અને છેલ્લે તે ન્યૂ જર્સીના નેવાર્ક શહેરમાં જોવા મળ્યો હતો. FBI એ જણાવ્યું છે કે, હાલ ભદ્રેશકુમાર પટેલની ઉંમર અંદાજે ૩૫ વર્ષ જેટલી હશે અને તેને હથિયારધારી તેમજ અત્યંત ખતરનાક માનવામાં આવે છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.