Last Updated on by Sampurna Samachar
નશાની હાલતમાં ચાલકે ૩ થી ૪ વાહનોને અડફેટે લીધા
નશામાં ધૂત થઇને નિવૃત્ત PSI પુત્રએ ધમાલ મચાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના VIP રોડ પર નશાખોર કાર ચાલકનો આતંક સામે આવ્યો હતો, જેમાં નશાની હાલતમાં કાર ચલાવતા ચાલકે ૩થી ૪ વાહનોને અડફેટે લીધા હતા. અચાનક બનેલા આ ઘટનાક્રમથી રસ્તા પર ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ નશાખોર કાર ચાલકને ઝડપી લઈને પોલીસને સોંપ્યો હતો, ત્યારબાદ પોલીસે ગુનો નોંધાવી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

વડોદરાના VIP રોડ પર નશાખોરનો આતંક સામે આવ્યો છે અને નશાખોરે નશાની હાલતમાં ૩ થી ૪ લોકોને ઉડાવ્યા હતા, ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી અને સ્થાનિકોએ કારચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો, કાર ચાલક સુરતનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે
પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગંગોત્રી ગીરીવર સોસાયટી વિસ્તારમાં નશામાં ધૂત થઇને નિવૃત્ત PSI પુત્રએ ધમાલ મચાવી હતી. ૧૧૨ જનરક્ષક વાનને બોલાચાલી તથા ઝઘડાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.