લગભગ ત્રણ સેકન્ડ સુધી જમીન ધ્રૂજવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલંગાણાના મુલુગુ જિલ્લામાં સવારના પહોરમાં ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે ૭.૨૭ વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. હૈદરાબાદમાં પણ આ આંચકાની અસર જોવા મળી હતી. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી. અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. રહેવાસીઓને ભૂકંપ દરમિયાન સતર્ક રહેવા અને ભીડવાળા અથવા અસુરક્ષિત માળખાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
તેલંગાણામાં આવેલા ભૂકંપથી સ્થાનિક લોકો પરેશાન છે. અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ ત્રણ સેકન્ડ સુધી જમીન ધ્રૂજવાની માહિતી છે. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ખમ્મમ, મહબૂબાબાદ, નલગોંડા, વારંગલ, હનુમાકોંડા, રંગારેડ્ડી, હૈદરાબાદ, સંગારેડ્ડી, મંચિરયાલા અને ભદ્રાદ્રી જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખમ્મમ જિલ્લાના કોઠાગુડેમ, ચાર્લા, ચિંતાકાની, નાગુલવંચા, મનુગુરુ અને ભદ્રાચલમ વિસ્તારોમાં આંચકા મુખ્યત્વે અનુભવાયા હતા.
એપીના કૃષ્ણા અને એલુરુ જિલ્લાના કેટલાક ભાગોમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, મુખ્યત્વે ગોદાવરી કેચમેન્ટ એરિયાની સાથે-સાથે કોયલા બેલ્ટ વિસ્તારમાં ભૂકંપ સૌથી વધુ તીવ્ર હતો. અધિકારીઓએ કહ્યું કે, રેકોર્ડ સ્કેલ પર ૫.૩ની તીવ્રતા સાથે પૃથ્વી ધ્રૂજી ઉઠી હતી. મહત્ત્વપૂર્ણ છે કે, તેલંગાણામાં ભૂકંપ બહુ ઓછા આવે છે, તેથી લોકો પહેલા સમજી શક્યા ન હતા કે ખરેખર ભૂકંપ આવ્યો હતો.