તેલંગણા સરકાર મિસ વર્લ્ડ સ્પર્ધામાં ખર્ચશે ૨૦૦ કરોડ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સરકાર પર વિપક્ષે કર્યા સવાલ

બ્યુટી કોન્ટેસ્ટ પર ખર્ચ કરીને સરકાર પૈસાનો દુરુપયોગ કરી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મિસ વર્લ્ડ સ્પર્ધાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યાં તેલંગાણા આ વર્ષે હૈદરાબાદમાં ૭૨મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા માટે તૈયાર છે. એવું માનવામાં આવે છે કે રાજ્ય ૭ થી ૩૧ મે દરમિયાન યોજાનારી આ ઇવેન્ટની યજમાની માટે ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે. એવામાં તેલંગાણામાં મિસ વર્લ્ડ (MISS WORLD) સ્પર્ધામાં થયેલા ખર્ચને લઈને વિપક્ષે રેવંત રેડ્ડીની સરકાર પર નિશાન સાધ્યું છે.

ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જ્યારે CM રેવન્ત રેડ્ડીએ પોતે સ્વીકાર્યું કે તેમની સરકાર દેવાના બોજ અને રોકડની તંગીનો સામનો કરી રહી છે, તો પછી બ્યુટી કોન્ટેસ્ટ પર ૨૦૦ કરોડ રૂપિયા કેમ ખર્ચવામાં આવે છે?

૨૮ વર્ષ બાદ થઇ રહ્યુ છે ભારતમાં આયોજન

જ્યારે બજેટ ભાષણ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, આ બ્યુટી કોન્ટેસ્ટ પર ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, ત્યારે વિપક્ષી પાર્ટીના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે BRS મિસ વર્લ્ડ સ્પર્ધા પર ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચવાને બદલે દુષ્કાળથી પ્રભાવિત ખેડૂતોને પ્રતિ એકર ૨૫૦૦૦ રૂપિયા આપે. આ બ્યુટી કોન્ટેસ્ટ પર ખર્ચ કરીને સરકાર પૈસાનો દુરુપયોગ કરી રહી છે.

તેલંગાણામાં અગાઉની સરકાર દરમિયાન હૈદરાબાદમાં આયોજિત ફોર્મ્યુલા-ઇ રેસમાં અનિયમિતતા બદલ ધારાસભ્ય કેટી રામારાવ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.  હવે કેટી રામારાવે લોકસભામાં મિસ વર્લ્ડ સ્પર્ધાના ખર્ચની બાબતમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

કેટી રામારાવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને X પરની પોસ્ટમાં કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવતા આ ખર્ચ અંગે પ્રશ્ન પૂછ્યો છે. તેમણે કહ્યું, હૈદરાબાદમાં ફોર્મ્યુલા-ઇ રેસ માટે ૪૬ કરોડ રૂપિયાનો ખર્ચ ખોટો હતો અને તેના પર કેસ નોંધવામાં આવ્યો. પરંતુ મિસ વર્લ્ડ, બ્યુટી કોન્ટેસ્ટના આયોજન માટે જનતાના ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચવા યોગ્ય છે! આ કયો તર્ક છે? શું રાહુલ ગાંધીજી તમે આ સમજાવી શકશો?

KTR એ વધુમાં કહ્યું, કોંગ્રેસ સરકાર ઇચ્છે છે કે અમે એવું માનીએ કે તેલંગાણામાં બધું બરાબર છે. જો આ સાચું છે, તો પછી મુખ્યમંત્રીએ અચાનક શા માટે સ્વીકાર્યું કે રૂ. ૭૧,૦૦૦ કરોડની ખાધ છે? તેલંગાણાનો વિકાસ થઈ રહ્યો છે કે અટકી રહ્યો છે?  જણાવી દઈએ કે હૈદરાબાદ આ વર્ષે ૭૨મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા માટે તૈયાર છે. આ કાર્યક્રમ ૭ મે થી ૩૧ મે સુધી ચાલશે. રાજ્ય સરકારનો હેતુ મિસ વર્લ્ડ સ્પર્ધા અંતર્ગત રાજ્યને મુખ્ય પ્રવાસન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. મિસ વર્લ્ડ કોન્ટેસ્ટ ૨૮ વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતમાં થઈ રહ્યું છે અગાઉ ૧૯૯૬માં બેંગલુરુમાં મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.