Last Updated on by Sampurna Samachar
બિહારમાં કોઈપણ કિંમતે વક્ફ સંશોધન બિલ લાગુ નહી કરાય
મુસ્લિમ સમાજના લોકો પટનામાં એકઠા થયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પટનામાં વક્ફ સંશોધન બિલના વિરૂદ્ધમાં મુસ્લિમ સંગઠનોએ અવાજ ઉઠાવ્યો છે. સંગઠન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બિહારના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ પણ સામેલ હતા. પટનામાં ગાંધી મેદાન ખાતે કોન્ફરન્સ દરમિયાન પોતાના ભાષણમાં તેજસ્વી યાદવે વક્ફ બચાવો, રિવાજ બચાવો ના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તેજસ્વીએ કહ્યું કે, આ દેશ કોઈના બાપનો નથી. આઝાદીની લડાઈમાં તમામ લોકોના પૂર્વજોએ પોતાનું બલિદાન આપ્યું છે.
તેજસ્વી યાદવે કહ્યું કે, બિહારમાં કોઈપણ કિંમતે વક્ફ સંશોધન બિલ લાગુ નહી કરાય. ઉત્તરથી દક્ષિણ હિન્દુસ્તાન સુધીના દરેક વિસ્તારના ઈતિહાસ એ વાતની સાક્ષી છે કે, આપણી સ્વંત્રતા સંગ્રામ લડાઈમાં હિંદુ હોય કે મુસલમાન, સિખ હોય કે ઈસાઈ તમામ લોકોએ દેશની આઝાદી માટે બલિદાન આપ્યું છે. આ દેશ કોઈના બાપનો નથી, આપણા સૌનો દેશ છે.
હવે ભાજપ સત્તામાંથી જવાની છે
તેજસ્વી યાદવે કહ્યું કે, આ દેશ માટે તમામ લોકોના બલિદાનથી આપણને આઝાદી મળે છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, તમારી જમીન છીનવાઈ રહી છે. હવે ભાજપ સત્તામાંથી જવાની છે. લઘુમતી, ગરીબ, પછાત, અતિ પછાત અને દલિતોના મત છીનવી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે.
યાદવના અનુસાર, તાજેતરમાં નવા ચૂંટણી પંચનું નોટિફિકેશન આપ્યું છે કે, તે ૮ લાખ મતદારોની ફરીથી યાદી બનાવવા જઈ રહ્યા છે. આ લોકો મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આપણે સાથે મળીને લડીશુ અને જીતીશું. તમને જણાવી દઈએ કે, વક્ફ બિલ સંશોધનના વિરોધમાં મુસ્લિમ સમાજના લોકો પટનામાં એકઠા થયા હતા. આ ભવ્ય રેલી અંગે થોડા દિવસ પહેલા ઇમરત-એ-શરિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.