વર્ષ ૨૦૨૫ માં ‘GEMINI’ પર કામગીરી કરવા ગૂગલના કર્મચારીઓને કરવી પડશે વધુ મહેનત

Share this Article:

‘આ વર્ષે અમારું મુખ્ય ફોકસ GEMINI પર રહેશે’

ગૂગલના CEO સુંદર પિચાઈની કર્મીઓને સુચના

(સંપૂર્ણ સમાચાર સેવા)

આખું વિશ્વ ૨૦૨૫ના આગમનની તૈયારી કરી રહ્યું છે અને લોકો ઉજવણી કરવાનું આયોજન કરી રહ્યા છે. આ દરમિયાન વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલના CEO સુંદર પિચાઈએ કર્મચારીઓને ચેતવણી આપી છે. સુંદર પિચાઈએ ૨૦૨૪ના અંતિમ દિવસે કહ્યું કે, નવું વર્ષ ઘણું નક્કી કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઝડપથી ઉભરી રહ્યું છે. આવા સમયે આપણે બધાએ તેની જરૂરિયાત સમજીને પોતાને તૈયાર કરવાની છે. આપણે એક કંપની તરીકે ઝડપથી વૃદ્ધિ કરવી પડશે. ઘણું બધું દાવ પર લાગેલું છે અને સમજણ છે કે, આપણે એક કંપની તરીકે ઝડપથી આગળ વધવું પડશે અને AI માટે પોતાને અનુકૂળ અને તૈયાર કરવું પડશે.

સુંદર પિચાઈએ કહ્યું કે, ૨૦૨૪માં એવી ઘણી તકો આવી છે જ્યારે ટેક્નોલોજીની પ્રભાવ પડ્યો છે. ૨૦૨૫માં આપણે સખત મહેનત કરવી પડશે. આ ટેક્નોલોજીના ફાયદા સમજવા પડશે અને તે મુજબ યુઝરની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો રહેશે. તેમણે કહ્યું કે આવતા વર્ષે અમારું મુખ્ય ફોકસ GEMINI પર રહેશે કે તેના દ્વારા અમે લોકોને સાચી માહિતી પૂરી પાડીશું અને જનરેટિવ AI ના તેમના અનુભવને સુધારીશું. પિચાઈએ કહ્યું કે, અમારે GEMINI ને લઈને પ્લાનિંગ કરવું પડશે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પિચાઈએ કર્મચારીઓને સ્પષ્ટપણે કહ્યું કે, AI ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે આપણે GEMINI  એપ સ્થાપિત કરી શકીએ, આ વર્ષે એ જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.

પિચાઈએ કહ્યું કે, અમે છેલ્લા કેટલાક મહિનામાં GEMINI એપ સાથે સારા પ્રયોગો કર્યા છે. પરંતુ અમારે ૨૦૨૫માં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેથી કરીને અમે ઇન્ડસ્ટ્રીમાં રહેલા ગેપને દૂર કરી શકીએ અને પોતાને લીડર તરીકે સ્થાપિત કરી શકીએ. તેમણે કહ્યું કે GEMINI  નો વિસ્તાર કરવો અને તેને ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત કરવું એ ૨૦૨૫માં ગૂગલની ટોચની પ્રાથમિકતા રહેશે.

મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરતાં પિચાઈએ કહ્યું કે, અમારે ૨૦૨૫માં ૫૦૦ મિલિયન યુઝર્સનું લક્ષ્ય હાંસલ કરવાનું છે. ૨૦૨૫માં GEMINI ગ્રાહકોની સંખ્યા વધારવી એ અમારી મુખ્ય પ્રાથમિકતા રહેશે. હકીકતમાં, CHATGPT ‌ સહિત આવા ઘણા AI ટૂલ્સ છે જે GOOGLE માટે પડકારરૂપ છે. આવી સ્થિતિમાં તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર પણ ભાર આપી રહ્યો છે. AI ઝડપથી ઉભરી રહ્યું છે, આવા સમયે આપણે બધાએ તેની જરૂરિયાત સમજીને પોતાને તૈયાર કરવાની છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.