Last Updated on by Sampurna Samachar
વિરાટ કોહલી અને રોહિત શર્મા આ મેચમાં રમતા જોવા મળશે
ODI શ્રેણીની પહેલી મેચ ૧૧ જાન્યુઆરીએ બરોડામાં રમાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવા વર્ષની શરૂઆત થતાં ઇન્ડિયન ક્રિકેટ ટીમે પોતાની મેદૈન પર તૈયારી બતાવી છે. ત્યારે ભારતીય ટીમ વર્ષના પહેલા મહિનામાં જાન્યુઆરીમાં ઘણા પડકારોનો સામનો કરશે. ટીમ ઈન્ડિયા આ મહિને કુલ આઠ મેચ રમશે. નોંધપાત્ર વાત એ છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં શરૂ થનારા ICC T20 વર્લ્ડ કપ માટે આ અંતિમ રિહર્સલ છે.

ટીમ ઈન્ડિયા ૨૦૨૬ની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ સામે રમશે. બંને ટીમો પહેલા ODI શ્રેણી રમશે, ત્યારબાદ T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમશે. ODI શ્રેણીની પહેલી મેચ ૧૧ જાન્યુઆરીએ બરોડામાં રમાશે. શ્રેણીની બીજી મેચ ૧૪ જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ૧૮ જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે.
ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે મેદાનમાં જોવા મળશે
આ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે BCCI પસંદગી સમિતિ ટીમની જાહેરાત કરશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ મેચમાં રમતા જોવા મળશે. આ પછી ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી શરૂ થશે. પહેલી મેચ ૨૧ જાન્યુઆરીએ નાગપુરમાં રમાશે.
બીજી મેચ ૨૩ જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. શ્રેણીની ત્રીજી મેચ ૨૫ જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. ચોથી મેચ ૨૮ જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે. શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ ૩૧ જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ સાથે જાન્યુઆરી મહિનો પૂરો થશે અને આ શ્રેણી પણ સમાપ્ત થશે.
ટીમ ઈન્ડિયા ફેબ્રુઆરીમાં T20 વર્લ્ડ કપમાં રમશે જેની પહેલી મેચ ૭ તારીખે રમાશે. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનો વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે તે T20 વર્લ્ડ કપની શરૂઆત દર્શાવે છે, જે માર્ચ સુધી ચાલશે. T20 વર્લ્ડ કપની પહેલી મેચ ૭ ફેબ્રુઆરીએ રમાશે. ટીમ ઈન્ડિયા પહેલા જ દિવસે મેદાનમાં જોવા મળશે, જેનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યુએસએ સામે થશે.
ભારતીય ટીમ હાલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને એવી અપેક્ષા છે કે ટીમ ઈન્ડિયા ફરી એકવાર આ ICC ટ્રોફી જીતીને ઇતિહાસ રચશે.