Last Updated on by Sampurna Samachar
ભારતીય અંડર-૧૯ ટીમ માટે ઓસ્ટ્રેલિયામાં ધૂમ મચાવી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હતી મેચ
(સંપૂર્ણ સમાચાર સેવા)
૧૪ વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ભારતીય અંડર-૧૯ ટીમ માટે ઓસ્ટ્રેલિયામાં ધૂમ મચાવી છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ યુવા ટેસ્ટના બીજા દિવસે વૈભવે ૮૬ બોલમાં ૧૧૩ રનની ધમાકેદાર ઈનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં ૮ છગ્ગા અને ૯ ચોગ્ગા પણ ફટકાર્યા. જે વૈભવ સૂર્યવંશીની ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી સદી હતી. આ રીતે વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની અંડર-૧૯ ટીમે ૯૧.૨ ઓવરમાં ૨૪૩ રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ સ્ટીવન હોગે ઈનિંગ સંભાળી અને ટીમ ૨૦૦ રનના આંક સુધી પહોંચી શકી.
દિપેશ દેવેન્દ્રન ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીની સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ લીડ મેળવી છે. વૈભવ ઉપરાંત વેદાંત ત્રિવેદીએ પણ ટીમ ઈન્ડિયા માટે મજબૂત ઇનિંગ રમી અને અડધી સદી ફટકારી. જોકે, ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન આયુષ મ્હાત્રે નિષ્ફળ ગયો. મ્હાત્રે ૧૫ બોલમાં માત્ર ૨૧ રન બનાવી આઉટ થયો. વિહાન મલ્હોત્રાએ પણ માત્ર ૬ રન બનાવ્યા.
ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ સામેની મેચમાં દિપેશ દેવેન્દ્રન ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૧૬.૨ ઓવરમાં માત્ર ૪૫ રન આપીને ૫ વિકેટ લીધી. કિશન કુમારે પણ ૧૬ બોલમાં ૪૮ રન આપીને ૩ વિકેટ લીધી, જ્યારે અનમોલજીત સિંહ અને ખિલન પટેલે એક-એક વિકેટ લીધી