Last Updated on by Sampurna Samachar
ખોખરા નરાધમ શિક્ષકની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં વધુ એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ખોખરા વિસ્તારમાં પ્રોગ્રેસિવ એજ્યુકેશનના સંચાલકે વિદ્યાર્થીનીને પ્રેમ સંબંધમાં દુષ્કર્મ ગુજાર્યુ હતું, એટલું જ નહીં અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી સતત ખરાબ કૃત્ય કરતા વિદ્યાર્થીનીએ અંતે ખોખરા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ શહેરમાં ગુરૂની ગરિમાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શહેરમાં પ્રોગ્રેસિવ એજ્યુકેશનના સંચાલકે વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી પોતાની હવસનો શિકાર બનાવી હતી. વિદ્યાર્થીની ઈંગ્લિશના ક્લાસ દરમિયાન શિક્ષકને મળી હતી. સંચાલક જીગ્નેશ ગોહિલે વિદ્યાર્થીનીને પોતાના પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
વધુમાં, અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સતત દુષ્કર્મ આચરતો હતો. જોકે, સતત દુષ્કર્મનો ભોગ બનતાં વિદ્યાર્થીનીએ કંટાળીને અંતે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે સમગ્ર ઘટના જણાવી ફરિયાદ નોંધાવી છે, ખોખરા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.