Last Updated on by Sampurna Samachar
૩ આરોપી શિક્ષકોની ધરપકડ કરી અને DEO એ ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં ૧૩ વર્ષની શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. શાળાના શિક્ષકોએ જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરી શરમજનક કૃત્ય આચર્યુ હતું. એક મહિના બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ કેસમાં ૩ આરોપી શિક્ષકોની ધરપકડ કરી છે. ત્રણ શિક્ષકોની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓને ૧૫ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

કૃષ્ણગિરીના કલેક્ટર સી દિનેશ કુમારે જણાવ્યું હતું કે, કૃષ્ણગિરી જિલ્લાની એક સરકારી મિડલ સ્કૂલમાં ત્રણ શિક્ષકોએ ૧૩ વર્ષની વિદ્યાર્થીની પર કથિત રીતે જાતીય શોષણ કર્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) એ ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ધરપકડ કરી છે. આરોપી શિક્ષકોને ૧૩ વર્ષીય પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર ૨ જાન્યુઆરીએ સ્કુલના ટોયલેટમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના એક મહિના પછી એટલે કે ૨ ફેબ્રુઆરીએ પ્રકાશમાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીનીના માતા-પિતાએ ઘટના અંગે શાળાના આચાર્યને જાણ કરી. માહિતી મળતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.