Last Updated on by Sampurna Samachar
શિક્ષકે અન્ય વિજેતા શિક્ષકો અને નવનિયુક્ત ચેરમેનને અપશબ્દો બોલી આપી ધમકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની પ્રાથમિક શિક્ષક સહકારી ધિરાણ મંડળીની ચૂંટણીમાં વિજયી બનેલા શિક્ષક સુરેશ પટેલ વિરુદ્ધ ગંભીર આરોપો લાગ્યા છે. ખેડાના ઠાસરા તાલુકાની પ્રાથમિક શિક્ષક સહકારી ધિરાણ મંડળીની ચૂંટણીમાં શિક્ષકો વચ્ચે થયો વિવાદ અપશબ્દો અને મારી નાખવાની ધમકી આપી છે. ચૂંટણીમાં પોતાની પેનલ હારી જતાં, શિક્ષક સુરેશ પટેલે અન્ય વિજેતા શિક્ષકો અને નવનિયુક્ત ચેરમેનને અપશબ્દો બોલી, તેમને મારી નાખવાની ધમકી આપી છે.
આ સમગ્ર મામલે મંડળીના ચેરમેને ઠાસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપી શિક્ષક સુરેશ પટેલે પોતાનો બચાવ કરતાં આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. આ ઘટનાએ સ્થાનિક શિક્ષક વર્તુળમાં ભારે ચકચાર મચાવી છે. શિક્ષકોમાં આ ઘટનાને લઈને રોષની લાગણી જોવા મળી રહી છે.