Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું
ઘણી પ્રોડક્ટ્સની કિંમતોમાં મોટો ઘટાડો થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, “મહેરબાની કરીને એ સુનિશ્ચિત કરો કે ટેક્સ ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળે. આનાથી ઉદ્યોગ જગતને પણ ફાયદો થશે.” તેમણે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય વેપારને સરળ બનાવવાનો અને ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ સેક્ટર)ને મજબૂત કરવાનો છે. પીયૂષ ગોયલે એમ પણ કહ્યું કે, ટેક્સ સુધારાથી માંગ વધશે અને ઉદ્યોગોને નવી તકો મળશે.

કેન્દ્ર સરકારે ૨૨ સપ્ટેમ્બરથી નવું GST ફ્રેમવર્ક લાગુ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ચાર ટેક્સ સ્લેબ હતા – ૫%, ૧૨%, ૧૮% અને ૨૮%. પરંતુ સુધારા બાદ હવે માત્ર બે સ્લેબ રહેશે – ૫% અને ૧૮%. આ ઉપરાંત, વૈભવી (લક્ઝરી) અને સિન પ્રોડક્ટ્સ પર ૪૦% ટેક્સ લાગશે. સરકારનું માનવું છે કે આ ફેરફારથી ટેક્સ સિસ્ટમ સરળ બનશે, વેપારીઓનો બોજ ઘટશે અને ગ્રાહકોને રાહત મળશે.
તહેવારોની સિઝનમાં ખાસ અસર જોવા મળી શકે
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, “મહેરબાની કરીને એ સુનિશ્ચિત કરો કે ટેક્સ ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળે. આનાથી ઉદ્યોગ જગતને પણ ફાયદો થશે.” તેમણે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય વેપારને સરળ બનાવવાનો અને ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ સેક્ટર)ને મજબૂત કરવાનો છે. પીયૂષ ગોયલે એમ પણ કહ્યું કે, ટેક્સ સુધારાથી માંગ વધશે અને ઉદ્યોગોને નવી તકો મળશે.
વસ્તુઓ કેટલી સસ્તી થશે?
નિષ્ણાતોનું કહેવું છે કે ટેક્સ દરમાં ઘટાડાથી ઘણી પ્રોડક્ટ્સની કિંમતોમાં મોટો ઘટાડો થશે.
– ઓટોમોબાઈલ સેક્ટર: ગાડીઓની કિંમતોમાં ૧૨-૧૫%નો ઘટાડો થઈ શકે છે.
– કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી વસ્તુઓ): આમાં ઓછામાં ઓછી
૧૦% કિંમત ઘટી શકે છે.
– રોજિંદી વસ્તુઓ: ટેક્સ ઘટવાથી ગ્રાહકોને સીધો ફાયદો થશે અને તેમનું ખિસ્સું હળવું રહેશે.
પીયૂષ ગોયલે જણાવ્યું કે, સરકાર અનેક સ્તરે સુધારા કરી રહી છે. નવી લોજિસ્ટિક્સ પોલિસી લાગુ કરવામાં આવી છે. નવા ઔદ્યોગિક શહેરોનો વિકાસ થઈ રહ્યો છે.
નાના-મોટા વિવાદોને ડિક્રિમિનલાઈઝ કરવામાં આવ્યા છે. ઉદ્યોગો પર અનુપાલનનો બોજ ઘટાડવા માટે પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ સુધારાઓથી વેપાર સરળ બનશે અને ભારત રોકાણકારો માટે વધુ આકર્ષક સ્થળ બનશે.
આ મહિનાની શરૂઆતમાં સરકારે તમામ વેપારીઓને સૂચના આપી હતી કે તેઓ પોતાની દુકાનો અને શોરૂમમાં અસ્થાયી પ્રાઈઝ લિસ્ટ લગાવે, જેથી ગ્રાહકોને તરત જ ખબર પડે કે નવા ટેક્સ દરો લાગુ થયા બાદ કઈ પ્રોડક્ટની કિંમત કેટલી ઘટી છે. CBIC (કેન્દ્રીય પરોક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ) એ પણ GST પરિષદના ર્નિણયોને અમલમાં મૂકવા માટે ઉદ્યોગ સંઘો અને મંત્રાલયો સાથે અનેક બેઠકો યોજી હતી.
પીયૂષ ગોયલે જણાવ્યું કે ઓટોમોબાઈલ જેવા કેટલાક સેક્ટરે ટેક્સ ઘટાડાનો લાભ ગ્રાહકોને પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, નવી ગાડીઓની કિંમતો પહેલેથી ઘટાડવામાં આવી છે, જેથી લોકો ખરીદી માટે ઉત્સાહિત થાય.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે . સમગ્ર વિશ્વ ભારત સાથે વેપારી સંબંધો મજબૂત કરવા માંગે છે. અનેક દેશો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત કરી રહ્યા છે. સરકારનું માનવું છે કે GST સુધારા અને વેપાર સરળતાથી ભારતની વૈશ્વિક સ્થિતિ (ભારતની ગ્લોબલ પોઝિશન) વધુ મજબૂત થશે.
GST સુધારાઓની સીધી અસર સામાન્ય જનતા પર થશે. ટેક્સ સ્લેબ ઘટવાથી રોજિંદી વસ્તુઓ સસ્તી થશે, ગાડીઓ અને ઈલેક્ટ્રોનિક્સ જેવી મોટી ખરીદીનો બોજ હળવો થશે અને લોકોની બચત વધશે. તહેવારોની સિઝનમાં આની ખાસ અસર જોવા મળી શકે છે.