Last Updated on by Sampurna Samachar
વેચાણકર્તાઓ પર કડક કાર્યવાહી હાથ ધરાઇ
૫૪ કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. સુરતમાં પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી ૪૧ સંસ્થા પર તપાસ હાથ ધરવામાં આવી છે. પનીરના ૧૬, ચીઝના ૩ અને ઘીના ૧૦ નમૂના લેવાયા છે. લેબ રિપોર્ટ બાદ વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે. છેલ્લા ૬ દિવસમાં ૭૯૭ કિલો પનીર, ચીઝ તેમજ અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૫૪ કિલોગ્રામ અખાદ્ય જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ૪૧થી વધુ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યાં છે.પનીરના ૧૬, ચીઝના ૩ અને ઘીના ૧૦ નમૂના લેવાયા છે. છેલ્લા ૬ દિવસમાં ૭૯૭ કિલો પનીર, ચીઝ, અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ વેચાણકર્તાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.