Last Updated on by Sampurna Samachar
ભારે સુત્રોચ્ચાર સાથે સરકાર પાસે માંગ કરી
શિક્ષકોની ભરતી મુદ્દે આંદોલન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરમાં TAT પાસ ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણાં યોજી શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માંગ કરી હતી. ધરણાં કરી રહેલા ઉમેદવારોએ સુત્રોચ્ચાર કર્યા હતાં.ગુજરાતમા ફરીવાર શિક્ષકોની ભરતી મુદ્દે આંદોલન શરૂ થયું છે.

પાટનગર ગાંધીનગરમાં TAT પાસ ઉમેદવારો ભેગા થયા હતાં. તેમણએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણાં યોજી શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માગ કરી હતી. ધરણાં કરી રહેલા ઉમેદવારોએ સુત્રોચ્ચાર કર્યા હતાં. કચ્છની જેમ ધો.૯ અને ૧૨માં શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઈ હતી.
ચાલુ ભરતીમાં બીજો રાઉન્ડ બહાર પાડવાની માંગ
ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ પાસ ઉમેદવારો ભેગા થયા હતાં. આ ઉમેદવારોએ એકઠા થઈને શિક્ષક ભરતીની માગ સાથે ધરણાં કર્યા હતાં. ભારે સુત્રોચ્ચાર સાથે સરકાર પાસે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માંગ કરી હતી. ધો. ૯ અને ૧૨માં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોએ માગ કરી હતી. આ ઉપરાંત ચાલુ ભરતીમાં પણ બીજો રાઉન્ડ બહાર પાડવાની માંગ કરી હતી.