Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પે પોતાના લીધેલા નિર્ણય પર લીધો યુ-ટર્ન
અમેરિકન લોકોને નોંધપાત્ર રાહત મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જ ર્નિણય પર યુ-ટર્ન લીધો છે. તેમણે ડઝનબંધ દૈનિક ઉપયોગની વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યો હોવાની માહિતી મળી છે. આ ર્નિણય એવા સમયે આવ્યો જ્યારે અમેરિકામાં રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા હતા. જોકે, આ ટેરિફમાં ઘટાડાથી અમેરિકન લોકોને નોંધપાત્ર રાહત મળશે.

ટ્રમ્પે બીફ, કોફી અને ટ્રોપિકલ ફ્રૂટ સહિત અનેક વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યો છે. આ મહિનાની નોન ઈયર ઈલેક્શન દરમિયાન અમેરિકામાં આર્થિક ચિંતાઓ એક મુખ્ય મુદ્દો હતો, જેમાં કોમોડિટીના ભાવમાં વધારો થવા પર અમેરિકન નાગરિકોનો ગુસ્સો જોવા મળ્યો. આના પરિણામે વર્જિનિયા અને ન્યુ જર્સીમાં ડેમોક્રેટ્સ માટે નોંધપાત્ર જીત થઈ.
ગ્રાહક ઉત્પાદનોના ભાવમાં તીવ્ર વધારો
નોંધનીય છે કે ટ્રમ્પે એપ્રિલમાં મોટાભાગના દેશો પર ટેરિફ લાદ્યો હતો. તેઓ અને તેમના વહીવટીતંત્રે લાંબા સમયથી આગ્રહ રાખ્યો છે કે ટેરિફ ગ્રાહક ભાવમાં વધારો કરતું નથી, જોકે તેનાથી વિપરીત આર્થિક પુરાવા છે, જેના કારણે ગ્રાહક ઉત્પાદનોના ભાવમાં તીવ્ર વધારો થયો છે.
યુએસમાં રેકોર્ડબ્રેક બીફના ભાવ એક ખાસ ચિંતાનો વિષય છે અને ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ તેને ઘટાડવા માટે પગલાં લેવાનો ઇરાદો ધરાવે છે. બ્રાઝિલ યુએસમાં બીફનો અગ્રણી નિકાસકાર છે. બ્રાઝિલ પર ભારે ટેરિફને કારણે યુએસના ભાવમાં તીવ્ર વધારો થયો છે.
બીફ, કોફી અને ફળો ઉપરાંત, ચા, ફળોના રસ, કોકો, મસાલા, કેળા, નારંગી, ટામેટાં અને કેટલાક ખાતરો પરના ટેરિફને સત્તાવાર રીતે હટાવવામાં આવ્યો છે. આમાંના કેટલાક ઉત્પાદનો યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉત્પન્ન થતા નથી. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વસ્તુઓના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા પછી જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સે ઇક્વાડોર, ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર અને આજેર્ન્ટિના સાથે તે દેશોમાં ઉત્પાદિત કૃષિ ઉત્પાદનો પર આયાત ટેરિફ ઘટાડવા માટે ફ્રેમવર્ક કરારો કર્યા છે. ટ્રમ્પે આ અઠવાડિયાની શરૂઆતમાં સંકેત આપ્યો હતો કે તેઓ આયાતને વેગ આપવા માટે કોફી પર ટેરિફ ઘટાડશે.