Last Updated on by Sampurna Samachar
સરકાર શિપ લિફ્ટીંગ રબર એર બલૂન ટેકનોલોજી‘ અપનાવશે
કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ૨૫ મા દિવસે પણ અડીખમ જોવા મળી રહ્યુ છે. વિકસિત ગુજરાતનું વહીવટી તંત્ર ટેન્કર નીચે ઉતારવામાં અસક્ષમ નીવડ્યું છે. ત્યારે હવે આ ટેન્કરને ઉતારવા માટે શિપ લિફ્ટીંગ રબર એર બલૂનનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
ગુજરાતના વડોદરામાં મુજપુર-ગંભીરા પુલ પર થયેલા ભયાનક અકસ્માતને ૨૫ દિવસ વીતી ગયા છે. આમાં ૨૧ લોકોના મોત થયા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે ત્યારથી ભારે ટેન્કર સાથેનો ટ્રક પુલના તૂટેલા ભાગ પર લટકેલો છે. આટલા દિવસો પછી પણ તેને દૂર કરવામાં આવ્યો નથી. હવે સરકાર આ ટેન્કરને દૂર કરવા માટે એક ખૂબ જ અનોખી તકનીકનો આશરો લઈ રહી છે. તેને શિપ લિફ્ટીંગ રબર એર બલૂન ટેકનોલોજી કહેવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના પર, નિષ્ણાતોની દેખરેખ હેઠળ આ કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
સાત દિવસમાં કામગીરી પૂર્ણ કરાશે
૯ જુલાઈના રોજ વડોદરાના પાદરા તાલુકામાં પુલ તૂટી પડવાથી ૨૧ લોકોના મોત થયા હતા, પરંતુ ઘટનાના ૨૫ દિવસ પછી પણ પુલ પરથી લટકતું ટેન્કર દૂર કરી શકાયું નથી. હવે સરકારે તેને દૂર કરવા માટે અત્યાધુનિક ‘શિપ લિફ્ટીંગ રબર એર બલૂન ટેકનોલોજી‘ અપનાવવાનો ર્નિણય લીધો છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ આ આગામી સાત દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
અકસ્માતના આટલા દિવસો પછી પણ ટેન્કર ત્યાંથી દૂર કરી શકાયું નથી. હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના પર, ટેન્કર દૂર કરવા માટે અત્યાધુનિક ‘બલૂન ટેકનોલોજી‘નો ઉપયોગ કરવામાં આવશે. ગંભીરા પુલ પર લટકતું ટેન્કર દૂર કરવાનું કામ ટૂંક સમયમાં નિષ્ણાતોની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવશે.
શિપ લિફ્ટીંગ રબર એર બલૂન એ શિપને કિનારે લાંગરવા અને કિનારા સુધી લઈ જવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેન્કરને દૂર કરવાની જવાબદારી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપને સોંપવામાં આવી છે. જે ભારતની એકમાત્ર મરીન ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સી છે. આ એજન્સી પહેલાથી જ ઘણી જટિલ કામગીરી કરી ચૂકી છે અને આ વખતે પણ સરકારના માર્ગદર્શન હેઠળ કામ કરશે.
બીજી તરફ, વડોદરા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મીડિયાને માહિતી આપી હતી કે સર્વે અને ટેકનિકલ રીડિંગનું કામ આગામી ૪ થી ૫ દિવસમાં પૂર્ણ થશે. આ પછી, ટેન્કરને દૂર કરવાની પ્રક્રિયા ૭ દિવસમાં શરૂ થશે. અકસ્માત પછી ટ્રક જે રીતે લટકતી રહી છે. તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હવે બધાની નજર આ ફુગ્ગા જુગાડ પર છે.