Last Updated on by Sampurna Samachar
આગામી વર્ષે પણ ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ નક્કી
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કરી જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે હાલ પાંચ ટેસ્ટ મેચની સિરીઝની રમાઈ રહી છે. પ્રથમ અને ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી છે, જ્યારે બીજી ટેસ્ટ મેચમાં ભારતનો વિજય થયો છે. હાલ બંને દેશો વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, ત્યારે ક્રિકેટના ચાહકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બંને દેશો વચ્ચે ટેસ્ટ મેચ બાદ T૨૦ અને વન-ડે સીરિઝ પણ રમાડવાની જાહેરાત કરી છે.
ECB ની સત્તાવાર જાહેર કરી છે કે, ભારત-ઈંગ્લેન્ડ આગામી વર્ષે જુલાઈમાં પાંચ T ૨૦ મેચ અને ત્રણ વન-ડે સિરીઝ રમશે. હાલ ભારત ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચો રમી રહી છે, જ્યારે આગામી વર્ષે પણ ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ નિર્ધારીત કરાયો છે. બંને દેશો વચ્ચે ૧ થી ૧૧ જુલાઈ-૨૦૨૬ સુધી T ૨૦ સિરીઝની પાંચ મેચો રમાશે, ત્યારબાદ ૧૪ થી ૧૯ જુલાઈ વચ્ચે ત્રણ વન-ડે મેચ પણ રમાશે.
છેલ્લી ટેસ્ટ મેચ ૩૧ જુલાઈથી રમાશે
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો T૨૦ મેચ સીરિઝનો શેડ્યૂલ
પહેલી મેચ- ૧ જુલાઈ, બેંક હોમ રિવરસાઇડ, ડરહામ
બીજી મેચ- ૪ જુલાઈ, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર
ત્રીજી મેચ- ૭ જુલાઈ, ટ્રેન્ટ બ્રિજ, નોટિંગહામ
ચોથી મેચ- ૯ જુલાઈ, સીટ યુનિક સ્ટેડિયમ, બ્રિસ્ટોલ
પાંચમી મેચ- ૧૧ જુલાઈ, યુટિલિટા બાઉલ, સાઉધમ્પ્ટન
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો વન-ડે મેચ સીરિઝનો શેડ્યૂલ
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો વન-ડે મેચ સીરિઝનો શેડ્યૂલ
પહેલી મેચ- ૧૪ જુલાઈ; એજબેસ્ટન, બર્મિંગહામ
બીજી મેચ- ૧૬ જુલાઈ; સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફ
ત્રીજી મેચ- ૧૯ જુલાઈ; લોર્ડ્સ, લંડન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ પાંચ ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ રહી છે, જેમાં ઈંગ્લેન્ડ ૨-૧થી આગલ છે. હાલ બંને દેશો ૨૪ જુલાઈથી માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રહી છે. જ્યારે છેલ્લી ટેસ્ટ મેચ ૩૧ જુલાઈથી ચોથી ઓગસ્ટ વચ્ચે રમાશે.