Last Updated on by Sampurna Samachar
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયો
૧૭ યુવતીઓનું યૌન શોષણ કરનાર આશ્રમનો મામલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી આશ્રમ અશ્લીલ કાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની આગ્રાથી દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.ધરપકડ બાદ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

૧૭ વિદ્યાર્થીનીઓના જાતીય શોષણ સહિત અનેક આરોપોનો સામનો કરી રહેલા ચૈતન્યનંદની પૂછપરછ બાદ, આશા છે કે બધા રહસ્યો ખુલશે. ચાલો આપણે સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી સાથે સંકળાયેલા આ કેસની સંપૂર્ણ હદ શોધી કાઢીએ.
ઘણી વિદ્યાર્થિનીઓએ મજબૂરીમાં કોલેજ છોડવાની વાત કહી
ખુદને ધાર્મિક ગુરૂ ગણાવનાર સ્વામી ચૈત્યનાનંદ સરસ્વતી વિરુદ્ધ દક્ષિણ-પશ્ચિમ દિલ્હી સ્થિત એક ખાનગી મેનેજમેન્ટ સંસ્થામાં વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ, નકલી રાજદ્વારી નંબર પ્લેટ અને પદો પર અયોગ્ય નિમણૂંકના આરોપ સામે આવ્યા. માર્ચ ૨૦૨૫મા આર્થિક રૂપથી નબળા વર્ગની એક છાત્રએ ફરિયાદ દાખલ કરાવી હતી, ત્યારબાદ તપાસ શરૂ થઈ હતી. જેમ-જેમ તપાસ આગળ વધી તો ચોંકાવનારા ખુલાસા થયા અને આરોપી સ્વામી ફરાર થઈ ગયો હતો.
ફરિયાદમાં કહેવામાં આવ્યું કે ૬૦,૦૦૦ રૂપિયાનું દાન આપ્યા બાદ વિદ્યાર્થિની પાસે વધારાની રકમ માંગવામાં આવી. પૂર્વ અધ્યક્ષ ચૈત્યનાનંદે વફાદારોનું નેટવર્ક બનાવી સંસ્થામાં ઘણા અયોગ્ય લોકોને પદ આપ્યા. આરોપ છે કે વિદ્યાર્થિનીઓને મોડી રાત્રે ક્વાર્ટરમાં બોલાવવામાં આવતી હતી.
સોશિયલ મીડિયા પર અયોગ્ય મેસેજ મોકલી ધમકાવવામાં આવતી હતી. એક એસોસિએટ ડીન સહિત તેમના પરિવારના સભ્યો પણ આ નેટવર્કમાં સામેલ હતા. ઘણી વિદ્યાર્થિનીઓએ મજબૂરીમાં કોલેજ છોડવાની વાત પણ કહી હતી.
એફઆઈઆર દાખલ થયા પછી, દિલ્હી પોલીસે તેમની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ચૈતન્યનંદ સંસ્થામાં અંતિમ ર્નિણય લેનાર હતા અને તેમના પરિચિતો માટે સ્થાનો સુરક્ષિત રાખતા હતા.
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટનના ઇમેઇલ પછી ફરિયાદ ઔપચારિક રીતે દાખલ કરવામાં આવી હતી.
સંસ્થાએ ૧ ઓગસ્ટના રોજ એક પ્રેસ સ્ટેટમેન્ટ જારી કરીને ફરિયાદોની પુષ્ટિ કરી હતી. તેમની ધરપકડ બાદ, પોલીસ હવે મહિલા વિદ્યાર્થીઓના ઉત્પીડન, નેટવર્ક અને નકલી લાઇસન્સ પ્લેટ કેસ અંગે આરોપીની પૂછપરછ કરશે.