Last Updated on by Sampurna Samachar
પોલીસ સામે પતિએ પત્નીની માફી માંગી હવે આવુ નહીં થાય તેવી ખાતરી આપી
ઘણી વાર ઝઘડા પણ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગ્વાલિયરના મહિલા પોલીસ સ્ટેશનમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિના ચારિત્ર્ય પર શંકાને લઈને ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ પોલીસે મહિલાના પતિને ચોકીએ બોલાવીને તેને સમજાવતા વાતચીત કરી છોડી દીધો. તો વળી પતિએ પણ પોતાની ભૂલનો સ્વીકાર કરતો પોલીસ સામે પત્ની પાસે માફી માંગી અને આગળથી ભૂલ નહીં થાય તેવી વાત કરી હતી.

હકીકતમાં જોઈએ, ગ્વાલિયર શહેરમાં રહેતી એક મહિલાના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ મહિલાને પતિ પર શંકા ગઈ કે તે અન્ય મહિલાઓ સાથે વાત કરે છે, જેને લઈને મહિલાએ પતિને રોકવા માટે અને સમજાવવાની કોશિશ પણ કરી પતિ હંમેશા પુરાવા ન હોવાના કારણે ખોટા આરોપ લગાવતી હોવાની વાત કહેતી. ઘણી વાર તો તેને લઈને ઝઘડા પણ શરુ થઈ ગયા હતા. આ દરમ્યાન પત્નીએ પતિને રંગે હાથ પકડવા માટે એક પ્લાન બનાવ્યા અને એક પાયલના નામનું નકલી ફેસબુક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું. આ આઈડીની મદદથી પોતાના પતિને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.
પતિએ કેટલીય અશ્લીલ વાતો કરી
બાદમાં બંને વચ્ચે વાતચીત શરુ થઈ અને વાત લાંબા સમય ચાલતી રહી. એક ઘરમાં રહેતા પતિ-પત્ની એકબીજા સાથે ચેટ કરતા રહ્યા. ત્યાર બાદ પતિએ પાયલને ઘણી વાર વીડિયો કોલ પર વાત કરવાની વાત કહી પણ પત્ની કોઈ બીજી મહિલા સાથે વીડિયો કોલ પર વાત કરાવી દેતી. ત્યાર બાદ સતત આવું થતું રહેતું.
આવી જ રીતે લાંબો સમય વીતતો ગયો અને ત્યાર બાદ એક દિવસ પતિએ પાયલને મળવા રેસ્ટોરન્ટમાં બોલાવી અને જ્યારે તે રેસ્ટોરન્ટમાં પહોંચ્યો તો ત્યાં પાયલ નહીં પણ તેની પત્ની મળી. પત્નીને સામે જોઈ પતિને પરસેવો છુટી ગયો. તે ચોંકી ગયો અને બાદમાં પત્નીએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી. જે બાદ પોલીસે પતિને ચોકીએ બોલાવ્યો, જો ચોકીએ પહોંચતા પતિ દ્વારા લગાવેલા આરોપથી પતિ ફરી ગયો. પણ પત્નીએ પોલીસ સામે પુરાવા રજૂ કર્યા કે તે પાયલ નામથી નકલી આઈડી ચલાવતી હતી. તેમાં કેટલીય અશ્લીલ વાતો પણ કહી છે.
આખી રાત ઓનલાઈન રહીને પતિ સાથે વાતો કરતી. આ ઘટના બાદ પોલીસે પતિને ફટકાર લગાવી અને કાર્યવાહી કરવાની વાત કહી. તો વળી પતિએ આટલું થયા બાદ પોતાની ભૂલ સ્વીકારી. બાદમાં પત્ની સામે માફી પણ માંગી અને આગળની આવી ભૂલ નહીં થાય તેની ખાતરી પણ કરી. પોલીસે બંનેને સમજાવી બાદમાં રાજીખુશી ઘરે રવાના કર્યા.