Last Updated on by Sampurna Samachar
જામનગર તાલુકાના માટલી ગામમાંથી એક યુવતી ગુમ
ગુમ થનાર યુવતી પોતાના જ ગામના હાદિર્ક ભરવાડ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર નજીકના નાની માટલી ગામ વિસ્તારમાંથી એક યુવતી ગુમ થવાનો બનાવ સામે આવ્યો છે અને તે યુવતી એક યુવક સાથે પ્રેમમાં પડી હોવાથી લાપતા બની જતાં આ મામલે પંચકોશી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ કરવામાં આવી છે.

નાની માટલી ગામના વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતે તેમની ૨૧ વર્ષની પુત્રી ગઈકાલે બપોરે ત્રણ વાગ્યેથીઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગુમ થનાર યુવતી પોતાના જ ગામના હાદિર્ક ભરવાડ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. આ કારણે તે પોતાની ઇચ્છાથી ઘરેથી ક્યાંક જતી રહી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
તે ઘરે પરત ફરી નથી, જેના કારણે પરિવારજનોએ પોલીસનો સહારો લીધો છે. આ બનાવ અંગેપંચકોશી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમનોંધ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે, અનેયુવતીને શોધવા માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.