Last Updated on by Sampurna Samachar
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આપ્યું રાજીનામું
સીએમ નીતીશ કુમારે બિહાર વિધાન પરિષદના સભાપતિ અવધેશ નારાયણ સિંહને પોતાનું રાજીનામું સોંપ્યુંહતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોનું માનીએ તો સોમવાર, ૩૦ માર્ચ સીએમ નીતીશ કુમારે બિહાર વિધાન પરિષદના સભાપતિ અવધેશ નારાયણ સિંહને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આગામી ૧૩ એપ્રિલ પછી તેઓ મુખ્યમંત્રી પદછોડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીતીશ કુમાર જે અત્યાર સુધી બિહાર વિધાન પરિષદના સભ્ય હતા, તેમણે ૧૬ માર્ચના રોજ યોજાયેલીરાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. નિયમો મુજબ, નીતીશ કુમારે સંસદ માટે ચૂંટાયાના ૧૪ દિવસનીઅંદર રાજ્ય વિધાનમંડળમાંથી રાજીનામું આપવાનું હતું. હવે સીએમ નીતીશ કુમારના રાજીનામાની સત્તાવારજાહેરાત થોડી વારમાં કરવામાં આવશે.
નીતીશ કુમારે મુખ્યમંત્રીપદ પરથી પણ રાજીનામું આપવું પડશે
નીતીશ કુમારે રાજ્યસભાના સાંસદ બન્યા બાદ સ્ન્ઝ્ર પદેથી રાજીનામું આપી દીધું છે. આ પગલાથી હવે તેમનામુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. તેઓ ગમે ત્યારે મુખ્યમંત્રી પદ પરથીપણ રાજીનામું આપી શકે છે.
આ સ્થિતિમાં, રાજ્ય વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય ન હોવાના કિસ્સામાં નીતીશ કુમારે મુખ્યમંત્રીપદ પરથી પણ રાજીનામું આપવું પડશે.
રાજ્યસભાની સદસ્યતા અંગે બિહારના મુખ્યમંત્રીએ પોતાની સમૃદ્ધિ યાત્રા ના ૫ તબક્કા દરમિયાન આ બાબતેએક પણ શબ્દ કહ્યો નહોતો. આ યાત્રા ૨૬ માર્ચે પટનામાં સમાપ્ત થઈ હતી.
સમૃદ્ધિ યાત્રા દરમિયાન, બિહારના મુખ્યમંત્રીએ ૩૨ જિલ્લાઓમાં ૩૨ જનસભાઓને સંબોધિત કરી હતી, પરંતુક્યાંય પણ રાજ્યસભામાં જવા કે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઉલ્લેખ કર્યો નહોતો. તાજેતરમાં સંપન્ન થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને પ્રથમ વખત ઉપલા ગૃહના સભ્યતરીકે ચૂંટાયા હતા.
મુખ્યમંત્રી નીતીશ કુમાર ૩૦ એપ્રિલે રાજીનામું આપે તેવી માહિતી છે. આ પછી તેઓ પોતાની રાજ્યસભાનીસદસ્યતા ગ્રહણ કરશે. નીતીશ કુમારના સ્ન્ઝ્ર પદેથી રાજીનામું આપ્યા બાદ હવે નવા સીએમ (મુખ્યમંત્રી) નેલઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.