Last Updated on by Sampurna Samachar
INS વિક્રાંતનું લોકેશન વિશે માહિતી માંગી
પોલીસે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળના કોચીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે અહીં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપ એ છે કે તે વ્યક્તિએ પોતાને PMO ના અધિકારી તરીકે રજૂ કર્યો છે. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન કોચીમાં નૌકાદળના મુખ્યાલયમાં ફોન કર્યો, PMO અધિકારી તરીકે ઓળખાતાં, અને INS વિક્રાંતનું સ્થાન પૂછ્યું. આ વ્યક્તિની ઓળખ મુજીબ રહેમાન તરીકે થઈ છે. જોકે, ભારતીય નૌકાદળે કોઈપણ ગુપ્ત માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જયાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
સમગ્ર ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર દરમિયાન, તે વ્યક્તિએ INS વિક્રાંત વિશે માહિતી માંગી હતી. તેની ઓળખ મુજીબ રહેમાન તરીકે થઈ છે. મુજીબ રહેમાન નામના આ વ્યક્તિએ કોચી નૌકાદળ મુખ્યાલયમાં ફોન કરીને પોતાને PMO ના અધિકારી તરીકેં ઓળખાવી હતી. તેણે કોલ પર INS વિક્રાંતનું ચોક્કસ સ્થાન આપવાનો નિર્દેશ આપ્યો. જોકે, ભારતીય નૌકાદળે આવી કોઈ માહિતી શેર કરવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત, અધિકારીઓએ સ્થાનિક પોલીસને પણ જાણ કરી અને તેમને સતર્ક કર્યા હતા.
માનસિક સ્વાસ્થયથી બિમાર હતો આરોપી
ત્યારે આ માહિતી મળતાની સાથે જ પોલીસ ટીમ પણ સક્રિય થઈ ગઈ અને મુજીબ રહેમાનને નવા ફોજદારી કાયદા હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આરોપીને કસ્ટડીમાં લીધા બાદ, રાજ્ય પોલીસ, નેવી અને આઈબી તેની પૂછપરછ કરી રહ્યા છે. જ્યારે મુજીબ રહેમાન મૂળ કોઝીકોડના એલ્થૂર વિસ્તારનો રહેવાસી છે. તેમના પરિવારે દાવો કર્યો છે કે તેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સારવાર લઈ રહ્યા છે. જોકે, પોલીસ ટીમ આ મામલે પણ તપાસ કરી રહી છે. કેરળ પોલીસે INS વિક્રાંતનું સ્થાન પૂછનાર વ્યક્તિની ધરપકડ કરી છે.